કંદ સેન્ડવીચ (Kand Sandwich Recipe in Gujarati)

#GA4 #Week14
"કંદ સેન્ડવીચ" - (રતાળુ સેન્ડવીચ) 🥪
શિયાળા ના આગમન સાથેજ કંદ ની સીઝન પણ ચાલુ થાય છે.
ખાસ કરીને દક્ષિણ ગુજરાત માં કંદ માથી બનતી
એક યુનિક વાનગી એટલે... "કંદ સેન્ડવીચ."
કંદ ની સુગંધ અને સ્વાદ ખૂબ જ યુનિક છે.
કંદ ની બે કાતરી વચ્ચે મસાલા નું સ્ટફીંગ ભરી અને બાફી લેવું .
કંદ ની આ વાનગી બફાઈ ત્યારે રસોડું મહેંકી ઉઠે છે.
અને ગરમા ગરમ કંદ સેન્ડવીચ ખાવાની મજા જ અનેરી છે.
તેના પર લીલી ચટણી, ધાણા, સેવ છાંટી ને ખાવા થી તો
સ્વાદ મા ચાર ચાંદ લાગી જાય છે.
કંદ સેન્ડવીચ (Kand Sandwich Recipe in Gujarati)
#GA4 #Week14
"કંદ સેન્ડવીચ" - (રતાળુ સેન્ડવીચ) 🥪
શિયાળા ના આગમન સાથેજ કંદ ની સીઝન પણ ચાલુ થાય છે.
ખાસ કરીને દક્ષિણ ગુજરાત માં કંદ માથી બનતી
એક યુનિક વાનગી એટલે... "કંદ સેન્ડવીચ."
કંદ ની સુગંધ અને સ્વાદ ખૂબ જ યુનિક છે.
કંદ ની બે કાતરી વચ્ચે મસાલા નું સ્ટફીંગ ભરી અને બાફી લેવું .
કંદ ની આ વાનગી બફાઈ ત્યારે રસોડું મહેંકી ઉઠે છે.
અને ગરમા ગરમ કંદ સેન્ડવીચ ખાવાની મજા જ અનેરી છે.
તેના પર લીલી ચટણી, ધાણા, સેવ છાંટી ને ખાવા થી તો
સ્વાદ મા ચાર ચાંદ લાગી જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કંદ સેન્ડવીચ બનાવવા 500 ગ્રામ કંદ ને સારીરીતે ધોઈને છાલ ઉતારી સાફ કરી ને તેની સ્લાઈસ કરી લેવી
- 2
હવે કંદ ની બે સ્લાઈસ ની વચ્ચે લગાવવાનો મસાલો બનાવવા માટે
એક બાઉલ માં 2 ટેબલ ચમચી શીંગદાણા નો ભૂકો,
2 ટેબલ ચમચી કોપરા નો ભૂકો,
2 ટેબલ ચમચી તલ લઈ...
તેમાં 2 ટી ચમચી વાટેલા આદુમરચાં,
1 કપ સમારેલી કોથમીર,
1 ટેબલ ચમચી સમારેલુ લીલું લસણ,
2 ટી ચમચી ખાંડ,
1 ટી ચમચી લાલ મરચાનો પાઉડર,
2 ટી ચમચી ધાણાજીરું પાઉડર,
ચપટી હીંગ, 1 ટી ચમચી મીઠું,
2 ટેબલ ચમચી તેલ ઉમેરી સારી રીતે મીક્ષ કરી મસાલો તૈયાર કરવો. - 3
મસાલો તૈયાર થઈ જાય એટલે તેને કંદ ની બે સ્લાઈસ વચ્ચે ભરી ને બધી સ્લાઈસ ની એક ડીશ માં સેન્ડવીચ તૈયાર કરી લેવી.
- 4
હવે આ મસાલો ભરીને તૈયાર કરેલી સ્લાઈઝ ને વરાળે બાફવા માટે જારી વાળી ડીશ પર ગોઠવીને વરાળે બાફવા તેને સ્ટીમ કુકર માં મૂકી ઢાંકણ બંધ કરી દેવું
15 થી 20 મિનિટ માં બફાય જશે. - 5
તો તૈયાર છે ખૂબજ સ્વાદિષ્ટ ખુશ્બુ થી મહેકતી એવી કંદ સેન્ડવીચ...🥪
- 6
કંદ સેન્ડવીચ પર લીલી ચટણી ધાણા સેવ છાંટી ને ખાવા થી તો
સ્વાદ મા ચાર ચાંદ લાગી જાય છે. તો તમે પણ અચૂક બનાવજો
આ કલરફુલ કંદ સેન્ડવીચ🥪
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દોરા કંદ.(Dora Kand Recipe in Gujarati.)
#GA4#Week14Yam. Post2 ગુજરાતી ઘરો માં શિયાળો બેસતા વિવિધ વાનગીઓ બને છે.શિયાળામાં રતાળુ ની સીઝન પણ ચાલુ થાય છે.રતાળુ માં થી બનતી વાનગીઓ મારી પહેલી પસંદ છે.રતાળુ ની સુગંધ અને સ્વાદ ખૂબ જ યુનિક છે. દક્ષિણ ગુજરાત માં રતાળુ માં થી બનતી એક યુનિક વાનગી શેર કરું છું.રતાળુ ની બે કાતરી વચ્ચે મસાલા નું સ્ટફીંગ ભરી સુતર ના દોરા થી વીંટાળી દેવા અને બાફી લેવા.ખાતી વખતે દોરા કાઢી ઉપયોગ કરવો.રતાળુ ની કાતરી બફાઈ ત્યારે રસોડું મહેંકી ઉઠે છે. Bhavna Desai -
કંદ પૂરી (Kand Puri Recipe In Gujarati)
#SQ#spice_queen#કંદ_પૂરી ( Kand Puri Recipe in Gujarati ) કંદ પૂરી એ સુરત શહેર ના ડુમસ નું ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ એક ભજીયા નો જ પ્રકાર છે. પરંતુ એમાં વાપરવામાં આવતા કંદ ના લીધે કંદ પૂરી ને ખૂબ જ સરસ ફ્લેવર્સ અને અલગ ટેક્સચર મળે છે. એના પર છાંટવામાં આવતા વાટેલા આખા સૂકા ધાણા અને મરી ના પાઉડર કંદ પૂરી ને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. કંદ ને રતાળુ ના નામથી પણ ઓળખવામાં આવે છે. ગરમાગરમ કંદ પૂરી ચા કે કોફી સાથે નાસ્તા માં ખાવાની ખૂબ જ મજા પડે છે. Daxa Parmar -
કંદ પૂરી (Kand Poori ecipe in Gujarati)
#KS3 આજે સુરત ના પ્રખ્યાત એવી કંદપુરી મેં બનાવી છે. નાના મોટા પ્રસંગો માં પણ સુરતી જમણ માં આ બને છે. મને તો બહુ જ ભાવે છે. અત્યારે બઝારમાં સારા પ્રમાણમાં કંદ મળી રહે છે. કંદ માંથી ફરાળી સૂકી ભાજી,ઊંધીયા માં,અને ઉંબડીયા માં પણ કંદ વપરાય છે. બીજી ઘણી વાનગી બની શકે છે. Krishna Kholiya -
કંદ ચાટ (Kand Cchaat Recipe In Gujarati)
આ વાનગી શ્રીનાથજી ની ખૂબ પ્રસિદ્ધ છે. જે કન્દ ને તળી અને ત્યાં નો સ્પેશ્યલ મસાલો મળે છે એ છાંટી ને ખાવામાં આવે છે. Noopur Alok Vaishnav -
રતાળુ નું ફરાળી શાક - ફરાળી કંદ ની સૂકી ભાજી - પર્પલ કંદ નું ફરાળી શાક
#ઉપવાસ #ફરાળીચેલેન્જ #રતાળુ #પર્પલકંદકંદ અને સૂરણ બંને કંદમૂળ છે. ઉપવાસ માં ફરાળ માં ઘણીબધી અલગ પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે. રાજસ્થાનમાં આની ઉપજ ખૂબ જ છે. શ્રીનાથજી નાથદ્વારા માં તળેલા કંદ ખાવાની મજા જ કંઇક અલગ જ આવે છે. Manisha Sampat -
કંદ ની વેફર (Kand Wafer Recipe In Gujarati)
ઉપવાસ મા બટાકા ની વેફર ખાઈ ને કંટાળી જતા હોયછે. એટલે આજ રોજ હું કંદ ની વેફર લાવી છુંનાથદ્વારા પ્રખ્યાત કંદ ની વેફર prutha Kotecha Raithataha -
કંદ ચાટ(Kand Chaat Recipe In Gujarati)
#KS3કંદ ચાટ (નાથદ્વારા સ્ટ્રીટ ફૂડ) કંદ ચાટ (નાથદ્વારા સ્ટ્રીટ ફૂડ) આ ચાટ નાથદ્વારા મા મળતું ખૂબ જ જાણીતું છે . આ ચાટ બનાવવું પણ ખૂબ જ સહેલું છે. મે અહીં તેમાં વાપરતો મસાલો પણ ઘરે જ બનાવ્યો છે. Vaishali Vora -
-
કંદ પૂરી (Kand Puri Recipe In Gujarati)
કંદ પૂરી સુરત શહેર નું ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ એક ભજીયાનો જ પ્રકાર છે પણ એમાં વાપરવામાં આવતા કંદના લીધે કંદ પૂરી ને ખુબ જ સરસ ફ્લેવર અને અલગ ટેક્ષચર મળે છે. એના ઉપર છાંટવામાં આવતા તાજા વાટેલા આખા ધાણા અને મરીનો પાઉડર કંદ પૂરીને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. આ વાનગી શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે કેમ કે આ ઋતુમાં કંદ, જે રતાળુ ના નામથી પણ ઓળખાય છે, માર્કેટ માં ખુબ આસાની થી મળી રહે છે. ગરમા ગરમ કંદ પૂરી ચા કે કોફી સાથે નાસ્તા માં ખાવાની ખુબ જ મજા પડે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
કંદ ની પેટ્ટીસ
શિયાળા ની મિજબાની માં માણો આ સ્વાદિષ્ટ વાનગી.આ પેટ્ટીસ શિયાળા માં મળતા કંદ(રતાળુ) અને બટાકા માં ભરેલ વટાણા-કોપરું-કોથમીર નું મિશ્રણ થઈ બનાવા માં આવે છે. આ પેટ્ટીસ તળી ને તૈયાર કરવા માં આવે છે. Jasmin Motta _ #BeingMotta -
કંદ ના ઢેબરા (Kand Dhebra Recipe In Gujarati)
શિયાળુ ફરાળી સ્નેક, જે બધાને ગમશે અને ગરમ ગરમ ખાવાની બહુ જ મજા આવે છે.હેલ્થી પણ ખૂબ જ છે.કંદ ના ઢેબરા (વ્રત સ્પેશ્યલ) + (વિન્ટર સ્પેશ્યલ) Bina Samir Telivala -
બૅક કરેલો બટાકા-કંદ નો હાંડવો
બેકડ હેન્ડવો .. એક વાનગી ભોજન .. જે બહારથી કડક નીકળે છે અને અંદરથી નરમ હોય છે. ઓછી કેલરી વાળી વાનગી. લીલા વટાણા - નારિયેળનું મિશ્રણ છૂંદેલા કંદ અને છૂંદેલા બટાકા મિશ્રણ વચ્ચે સેન્ડવીચ કરેલું છે. જીરું અને તલ નો વઘાર તેલમાં કરીને પકાવવા માટે નાની ભઠ્ઠીમાં પકવવામાં આવે છે ... તેને વધુ પોષક તંદુરસ્ત નાસ્તા બનાવે છે. નાના પ્રસંગ માટે સાંજે નાસ્તા તરીકે આપવા માટે સારું Jasmin Motta _ #BeingMotta -
કંદ ચાટ (Kand Chaat Recipe In Gujarati)
#SF (નાથદ્વારા સ્ટ્રીટ ફૂડ) કંદ ચાટ એ નાથદ્વારા નું સ્ટ્રીટ ફૂડ છે.ત્યાં આગળ કંદ ને તળી ને ઉપર ચાટ મસાલો,લાલ મરચું,મીઠું અને લીંબુ નાખી ને સર્વ કરવા મા આવે છે.ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે Vaishali Vora -
મસાલા કંદ.(Masala Kand Recipe in Gujarati)
મસાલા કંદ એક ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.જે રતાળું માં થી બને છે.જે સ્વાદ માં ચટાકેદાર હોય છે.નાથદ્રારા નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.ઈન્દોર માં પણ સ્ટ્રીટ ફૂડ તરીકે મસાલા કંદ મળે છે જે ગરાડું ચાટ તરીકે ઓળખાય છે. Bhavna Desai -
કંદ નો ઉપમા (Kand Upma Recipe In Gujarati)
#KS3કોઈપણ ર્વત હોય કે ના હોય મને કંદ નો ઉપમા ખુબચ ભાવે છેચાલો એ રેસીપી તમારા બધા જોડે શેર કરું છુ. Deepa Patel -
કંદ ખીર(Kand kheer recipe in Gujarati)
#GA4#Week14#yam#કંદ#કંદ_ખીર#cookpadindia#CookpadGujarati Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
કંદ નું ફરાળી શાક (Kand Farali Shak Recipe In Gujarati)
#ChooseToCookમને ફરાળ માં તલ શીંગ દાણા વાળું કંદ નું ફરાળી શાક મોળા દહીં સાથે ખૂબ જ ભાવે છે એટલે આજે અગિયારસ માં બનાવ્યું છે Pinal Patel -
-
કંદનું શાક(Kand Shak recipe in Gujarati)
#GA4 #Week14 Keyword :: purple yamરતાળુ કંદ આમ તો ઘણી વાનગીઓમાં ઉપયોગી છે.અને ટેસ્ટી પણ..પરંતુ સુરતી ઊંધિયું અને વલસાડ તેમજ વાડી ગામનું ઊબાડિયું એના વગર અધૂરા છે.અમારા ઘરે કંદ ને ઘણી રીતે બનાવવામાં આવે છે.ચૂલા માં શેકીને એમાં ખાંડ અને ઘી નાખીને ખાઈ શકાય.બાફીને તીખો શીરો કરી શકાય,કતરણ કરીને ઘી માં સાંતળી ખાંડ નાખી મીઠી કતરણ બનાવી શકાય...મેં આજે તીખી ક્રિસ્પી કતરણનું શાક બનાવ્યુ છે. Payal Prit Naik -
મસાલા કંદ(Masala Kand Recipe in Gujarati)
#GA4#week14#કંદરતાળું ખાવાના ઘણા ફાયદાઓ છે.તેમાં ઘણા ગુણ રહેલા છે.તે પાચન ને લગતી તકલીફો,સ્કિન,આંખ ની રોશની માટે ઘણા ફાયદેમંદ છે.અને ટેસ્ટ માં પણ સરસ.કંદ વધારે ગુજરાતી ઊંધિયા માં ઉપયોગ થાય છે અને કંદ છે એટલે ફરાળ માં પણ છે. Sheth Shraddha S💞R -
કંદ આલુ પરાઠા (Kand potato Paratha Recipe in Gujarati)
#KS3#Cookpadindia#Cookpadgujrati#કંદ નાં પરાઠા (Kand paratha)#PURPULE YAM with potatoes PARATHA 😋😋🥔🥔 Vaishali Thaker -
પીઝા સેન્ડવીચ ( Pizza Sandwich Recipe in Gujarati
#NSDસેન્ડવીચના કેટલા પ્રકાર છે તેની કદાચ આપણને જ ખબર નથી હોતી. પણ સેન્ડવીચ એ એવી વાનગી છે કે બે બ્રેડ સ્લાઈસ વચ્ચે તમારી પસંદગી નું સ્ટફીંગ મૂકીને ખાઈ શકાય છે. Urmi Desai -
ઉપવાસ સ્પેશિયલ કંદ ના બેકડ દહીં વડા (ડાયેટ રેસીપી)
હેલો ફ્રેન્ડઝ, આજ દહીં ની રેસીપી કોનટેસ્ટ મા એક એવી વાનગી લાવી છુ જે જનરલી આપણે તળી ને બનાવીએ છીએ અને અને બટાટા નો ઉપયોગ કરીને આ વાનગી બનાવતા હોય છે, પરંતુ આજ હું આ કંદ નો ઉપયોગ કરીને અને તેને એરફ્રાયર મા બનાવતા શીખવાડીશ જેથી તે ડાયેટ કરતા લોકો પણ કેલેરી ની ચિંતા કર્યા વગર ખાઈ શકશે.ફરાળી કંદ ના બેકડ દહીં વડા સ્વાદ મા ખુબ અપ્રિતમ લાગે છે અને તેને બનાવવા પણ ખુબ જ સરળ છે તો ચાલો આજ આ હેલ્ધી કંદ ના બેકડ દહીં વડા કેવી રીતે બને તે નોંધી લો Alka Joshi -
કંદ ફ્રાય (Kand Fried Recipe In Gujarati)
#વિન્ટર સ્પેશીયલ#સ્ટ્રીટ ફુડશ્રીનાથજી નાથદ્વારા મા મળતી ફેમસ સ્ટ્રીટ ફુડ છે. (તળેલા રતાળુ) Saroj Shah -
કંદ રતાળુ પહાડી ટીક્કા
#એનિવર્સરી#સ્ટાર્ટર#ફરાળીકંદ અને રતાળુ ને કોથમીર ફૂદીના ની ચટણી માં મેરીનેશન કરી ને ટીક્કા બનાવ્યા છે.. જનરલી લીલોતરી મેરીનેશન માં પનીર પહાડી ટીક્કા રેસ્ટોરન્ટમાં મળતા હોય છે એમાં વેરીએશન કરીને મેં કંદ અને રતાળુ (શકકરિયા) ના ટીક્કા બનાવ્યા છે. જે ફરાળ માં પણ ખાઈ શકાય. Pragna Mistry -
કંદ લીલા ચણા ચાટ (Kand Green Chana Chaat Recipe In Gujarati)
#MS મકરસંક્રાંતિ માં બધાં અગાશી માં જલસા કરતાં હોય ત્યારે પતંગ ચગાવી વચ્ચે જો ચટપટી ચાટ મળી જાય તો જલસા પડે તો ચાલો મે આજ પ્રયત્ન કર્યો છે HEMA OZA -
-
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ ઢોકળા (Cheese Vegetable Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5#Week5આજે મેં સેન્ડવીચ ઢોકળામાં વેરીએશન કરી શાક, પનીર અને ચીઝ વાળા ઢોકળા બનાવ્યા છે, આપ પણ બનાવી મજા લેજો 😊 Krishna Mankad -
રતાળુ સાબુદાણાની ખીચડી (Ratalu Sabudana Khichdi Recipe In Gujarati)
#FR#Cookpadgujarati#Cookpadindia ઉપવાસની અનેક વાનગીઓ માં સાબુદાણાની ખીચડી આદર્શ વાનગી છે. સ્વાદિષ્ટ અને મજેદાર રતાળુ સાબુદાણાની ખીચડી ની રેસીપી. Bhavna Desai
More Recipes
ટિપ્પણીઓ (18)