ગોળ વારી ભાખરી(Jaggery Bhakhari Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ નો જાડો લોટ લો તેમાં ઝીણો લોટ ઉમેરો પછી ગોળને ઝીણો સુધારીને એક બાઉલમાં પલાળી દો
- 2
ત્યારબાદ લોટમાં મીઠું અને તેલનું અથવા ઘી નું મોણ ઉમેરો ગોળ ઓગળી ગયો હોય તે પાણી વડે લોટ બાંધી લો લોટ કઠણ બાંધવો જેથી ભાખરી સરસ થાય
- 3
લોટ બંધાઈ ગયા પછી એને પંદરથી વીસ મિનિટ રેસ્ટ આપો ત્યારબાદ લોટ માંથી ગોયણુ વારિ લો તેની ભાખરી વણી લો
- 4
લોટ કઠણ હોવાથી ફાટી કિનારી ફાટી જશે તેથી ઢાંકણના મદદથી ગોળ કરી લો
- 5
ત્યારબાદ ચાકાથી વચ્ચે વચ્ચે કાપા પાડી લો જેથી ભાખરી ઉપસે નહીં હવે એક લોઢી ઉપર તેને ઘી વડે શેકી લો અથવા સીધી ગેસ ની ફ્લેમ પર પણ શેકી શકાય છે
- 6
તો તૈયાર છે ગોળ વાળી ભાખરી એકદમ ટેસ્ટી બને છે ચાર દિવસ માટે સ્ટોર કરી શકાય છે એકવાર જરૂર ટ્રાય કરજો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14309022



















ટિપ્પણીઓ (12)