ચોકો બ્રાઉની વીથ આઈસ્ ક્રીમ (Choco Brownie With Ice- Cream Recipe In Gujarati)

ચોકો બ્રાઉની વીથ આઈસ્ ક્રીમ (Choco Brownie With Ice- Cream Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ માં મીઠું ઉમેરી ને તેને ઢાંકણ ઢાંકી ને ગરમ કરવું
- 2
જ્યાં સુધી કડાઈ પ્રી હિટ થાય ત્યાં સુધી બ્રાઉની નું મિશ્રણ તૈયાર કરવું એના માટે પેલા ડબલ બોઈલર પદ્ધતિ થી ચોકલેટ માં બટર નાખી ને મેલ્ટ કરી લેવી.
- 3
ત્યારબાદ એક ઊંડા વાસણ માં ચારણી ની મદદ થી મેંદો,કોકો પાઉડર તેમજ બેકિંગ પાઉડર ને ચાળી લેવા.ત્યારબાદ તેમાં ખાંડ અને તેલ ઉમેરવું.
- 4
પછી તેમાં મેલ્ટ કરેલી ડાર્ક ચોકલેટ તેમજ જરૂર મુજબ દૂધ ઉમેરી ને મિશ્રણ તૈયાર કરવું જે બોવ પાતળું પણ નય ને બોવ જાડું પણ નઈ એવું રાખવું.
- 5
પછી બેકિંગ ટ્રે કે મોલ્ડ માં ઓઇલ ગ્રીસ કરી તેમાં આ મિશ્રણ ઉમેરી ને બે ત્રણ વાર ટેપ કરી ને પ્રિ હિટ કડાઈ માં 45-50 મિનિટ બેક કરવું. વારે વારે ઢાંકણ ન ખોલવું. 40 મિનિટ પછી ચેક કરવું ટુથપીક વડે જો ટૂથ પીક માં બ્રાઉની નું બેટર ચોંટે તો હજી તેને 10 મિનિટ બેક થવા દો બેક કરતી વખતે ગેસ ની આંધ મધ્યમ રાખવી.
- 6
ત્યાર બાદ બ્રાઉની ને ફરી ચેક કરવી જો બેક થય ગઈ હોય તો ગેસ બંધ કરી તેને ૨૦ મિનિટ ઠંડી થવા દેવી રૂમ ટેમ્પ્રેચર પર પછી તેમ મોલડ માંથી એક પ્લેટ પર બહાર કાઢવી.
- 7
પછી તેની પર ચોકલેટ ઘનાચ અને સિલ્વર સ્પીંકલસ થી ડેકોરેટ કરવું પછી તેની પર ડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટ ને છોલી ને ઉમેરવું.
- 8
પછી તેના નાના પીસ કરી ને તેની પર આઇસ્ ક્રીમ ઉમેરી ને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ