પેરી પેરી પોટેટો ફ્રાયીસ (Peri Peri Potato Fries Recipe In Gujarati)

#GA4
#week16
#FoodPuzzleWord_Periperi
પેરી પેરી મસાલો ઘરે બનાવી પોટેટો ફ્રાયિસ ઉપર સ્પ્રિંકલ કરી ને આ રેસિપી બનાવી છે.બધાને ખૂબ જ ભાવશે.
પેરી પેરી પોટેટો ફ્રાયીસ (Peri Peri Potato Fries Recipe In Gujarati)
#GA4
#week16
#FoodPuzzleWord_Periperi
પેરી પેરી મસાલો ઘરે બનાવી પોટેટો ફ્રાયિસ ઉપર સ્પ્રિંકલ કરી ને આ રેસિપી બનાવી છે.બધાને ખૂબ જ ભાવશે.
રાંધવાની સૂચનાઓ
- 1
પેરી પેરી મસાલો બનાવવા એકએક બાઉલ માં મસાલા ની બધી સામગ્રી મિક્સ કરવી.આ મિશ્રણ ને એક મિક્સર જાર માં નાખી પાઉડર બનાવી લેવો.એક બાઉલ માં આ મસાલો કાઢી લેવો.
- 2
પોટેટો ફ્રાયીસ બનાવવા મોટી સાઈઝ ના જૂના બટેટા લેવા.તેનાથી ચિપ્સ ક્રિસ્પી બને છે.બટેટા ની છાલ કાઢી તેના ચિપ્સ જેવા લાંબા પીસસ કાપવા.આ ચિપ્સ ને વીસ મિનિટ ઠંડા પાણીમાં મૂકી રાખવા.ત્યાર બાદ ઠંડા પાણીમાંથી કાઢીને દસ મિનિટ ઠંડા પાણીમાં રાખવા.
- 3
પછી બધી ચિપ્સ ને પાણીમાંથી કાઢી એક કોટન ના ટોવેલ થી કોરી કરી લેવી.હવે તેના પર કોર્ન ફલોર છાંટી બરાબર મિક્સ કરી ફ્રીઝર માં 30 મિનિટ મૂકી રાખવી
- 4
અડધા કલાક પછી ફ્રિઝર માંથી ચિપ્સ કાઢી લેવી અને મધ્યમ ગરમ તેલ માં ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પ થાય ત્યાં સુધી તળી લેવી.તેલ બરાબર મધ્યમ આંચ પર ગરમ કરવું.
- 5
તળેલી ચિપ્સ પર એક બે ચમચી પેરી પેરી મસાલો છાંટી મિક્સ કરી ગરમ ગરમ પીરસવું.
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ (2)