લહસૂની પાલક વેજ પુલાવ (Lahsuni Palak Veg. Pulao Recipe In Gujarati)

#GA4
#Week19
#pulao (પુલાવ)
#Mycookpadrecipe42
આ વાનગી મિશ્રિત વાનગી કહી શકાય. લહસુની પાલક ની પ્રેરણા ઇન્ટરનેટ પર hebber kitchen માંથી પ્રેરણા લઈ બનાવી અને pulao પુલાવ જાતે જ બનાવ્યો. ખૂબ સરસ બન્યું. પહેલી વાર લહસુની પાલક બનાવી પરંતુ સ્વાદ માં ખુબ સરસ લાગે છે. શિયાળા માં દરેક ભાજી અને શાક સરસ આવતા હોય એટલે મજા આવે.

રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ને સમારી બાફી લેવી. બફાઈ જાય અને ઠંડી પડે એટલે ઠંડા પાણી થી ધોઈ લેવી.
- 2
એક કઢાઈ મા બટર અને ઘી મૂકી ડુંગળી, તમાલ પત્ર, તજ, લવિંગ, બાદિયાં, સૂકા મરચાં, લીલા મરચાં, આદુ, હિંગ, શેકેલું જીરૂ, ધાણાજીરૂ પાઉડર, ઇલાયચી, મરચું પાઉડર, ગરમ મસાલો, મરી પાઉડર, મીઠું અને ચણા નો લોટ નાખી સાંતળી લેવું. બરાબર શેકાય જવાની સુગંધ આવવી જોઈએ. થોડું લસણ પણ સાંતળવું
- 3
પાલક ઠરે એટલે લસણ ની કળી નાખી ક્રશ કરી લેવું. પાણી નાખવાનું નહિ.
- 4
કુકર માં ઘી અને બટર માં વટાણા, ફણસી, ગાજર, મકાઇ, ડુંગળી, બટેટા, જીરું, તમાલપત્ર, લવિંગ, તજ, બાદીયા, લાલ સૂકું મરચું, લીલુ મરચુ, આદુ, ગરમ મસાલો, શેકેલું જીરું, હિંગ, ધાણાજીરૂ પાઉડર બધું નાખી સાંતળવું,
- 5
બધું સંતળાઈ જાય એટલે ચોખા ઉમેરી થવા દેવું.
- 6
પુલાવ થાય ત્યાં સુધી કઢાઈ મા ડુંગળી અને જે મસાલો કરેલ છે એમાં પાલક ની પેસ્ટ ઉમેરી ને સરખું પાકવા દેવી. પછી ઉપર બટર માં સમારેલું લસણ, તમાલપત્ર, બાદીયા, થી ઉપર ફરી વઘાર કરવો. લીંબુ નો રસ પણ ઉમેરી દેવો.
- 7
એક બાઉલ મા નીચે બીરસ્તો, સાંતળેલું લસણ અને કાજુ ને ઘી મા સાંતળી ને નીચે રાખો સજાવીને. ઉપર પુલાવ પાથરો, એની ઉપર લહસુની પાલક પાથરો. જાડું હોવાથી આસાની થી થર થઈ જાય છે. એક ડિશ માં બાઉલ ને ઉલ્ટાવી ને સર્વ કરવું
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)