મિક્સ વેજીટેબલ પિકલ (Mix vegetable pickle recipe in Gujarati)

અથાણા ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે. કેટલાક અથાણાં ફક્ત શિયાળાની ઋતુ દરમિયાન બનાવવામાં આવે છે જે અલગ-અલગ પ્રકારના શાકભાજી માંથી બનાવાય છે. શાકભાજી માંથી બનાવવામાં આવતા અથાણા તાજા ખાવામાં આવે છે અને થોડા દિવસ માટે રેફ્રિજરેટર માં સ્ટોર કરી શકાય છે. તાજા અથાણા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને જમવાનો સ્વાદ અનેક ગણો વધારે છે. મિક્સ વેજીટેબલ પિકલ તીખું, ખાટું અને ફ્લેવર થી ભરપુર અથાણું છે.
મિક્સ વેજીટેબલ પિકલ (Mix vegetable pickle recipe in Gujarati)
અથાણા ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે. કેટલાક અથાણાં ફક્ત શિયાળાની ઋતુ દરમિયાન બનાવવામાં આવે છે જે અલગ-અલગ પ્રકારના શાકભાજી માંથી બનાવાય છે. શાકભાજી માંથી બનાવવામાં આવતા અથાણા તાજા ખાવામાં આવે છે અને થોડા દિવસ માટે રેફ્રિજરેટર માં સ્ટોર કરી શકાય છે. તાજા અથાણા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને જમવાનો સ્વાદ અનેક ગણો વધારે છે. મિક્સ વેજીટેબલ પિકલ તીખું, ખાટું અને ફ્લેવર થી ભરપુર અથાણું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાકભાજીને ધોઈને કોરા કરી લેવા. ફણસી અને ગાજરને લાંબા સમારવા. ફ્લાવરને મોટા ટુકડામાં કાપવા.
- 2
હવે બધા શાકભાજીને અલગ અલગ ઉકળતા પાણી માં ચારbથી પાંચ મિનિટ માટે બાફી લેવા. શાકભાજી વધારે બફાઈ નહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવું. શાકભાજી ક્રિસ્પ રહેવા જોઈએ. બધા શાકભાજી ને કાણાવાળા વાસણમાં કાઢી લઈ ને પાણી નિતારી લેવું. એક કીચન ટોવેલ પર શાકભાજી પાથરી ને ૩ થી ૪ કલાક માટે પંખા નીચે સૂકાવા દેવા.
- 3
તેલ ગરમ કરી એમાં રાઈ ઉમેરવી. રાઈ ફૂટે એટલે તેમાં હિંગ, કરી પત્તા અને લાંબા કાપેલા લીલા મરચા ઉમેરવા. વિનેગર ઉમેરી એક ઉભરો આવે એટલે ગેસ બંધ કરી દેવો. આ મિશ્રણને થોડું હૂંફાળું થવા દેવું.
- 4
હવે એક મોટા વાસણમાં બધા શાકભાજી ની ઉપર હળદર, લાલ મરચું, રાયના કુરિયા અને મીઠું ઉમેરી એના પર તૈયાર કરેલો વઘાર રેડવો. બધુ બરાબર હલાવીને ઢાંકીને અથાણાને આઠ થી દસ કલાક માટે રહેવા દેવું. દર બે થી ત્રણ કલાકે હલાવતા રહેવું. સ્વાદ પ્રમાણે મીઠું અને મરચા નું પ્રમાણ વધારી શકાય. આ અથાણું ફ્રીજ માં એરટાઈટ કન્ટેનરમાં બે અઠવાડિયા માટે સ્ટોર કરી શકાય છે.
- 5
મિક્સ વેજીટેબલ પિકલ જમવાની સાથે અથવા તો પરાઠા કે પૂરી સાથે પીરસી શકાય.
Similar Recipes
-
મરચા ગાજર મૂળા નું અથાણું (Marcha Gajar Mooli Athanu Recipe In Gujarati)
અથાણા ભારતીય ભોજનમાં મહત્વનો ભાગ ધરાવે છે. સામાન્ય રીતે કેરીના અથાણા ઉનાળાની ઋતુમાં બનાવવામાં આવે છે જે આખું વર્ષ ચાલે છે. શિયાળામાં બનતા તાજા અથાણા અલગ-અલગ શાકભાજી નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જે થોડા દિવસ માટે સ્ટોર કરી શકાય છે. શિયાળામાં બનતા તાજા અથાણાં જમવાની સાથે અથવા તો પરાઠા કે પૂરી જેવા નાસ્તાની સાથે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ અથાણા બનાવવામાં ખૂબજ સરળ છે જે જમવાના સ્વાદ માં ઉમેરો કરે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati)
#WLD#MBR7શિયાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે આ ઋતુમાં લીલા શાકભાજી પુષ્કળ પ્રમાણમાં અને સારી ગુણવતા વાળા આવતા હોય છે. તો મનગમતા શાકભાજી નો ઉપયોગ કરીને આજે મિક્સ વેજ સબ્જી બનાવી છે. Ankita Tank Parmar -
બેબીકોર્ન મશરૂમ મિક્સ વેજ કરી(Babycorn mushroom mix veg curry recipe in Gujarati)
#MW2 શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળામાં અવનવા વિવિધ તાજા શાકભાજી ખૂબ જ પ્રમાણમાં મળી આવે છે તો આજે મેં શિયાળાની ઋતુના બધા શાકભાજીનો ઉપયોગ કરીને મિક્સ વેજ કરી બનાવેલ છે. Bansi Kotecha -
મિક્સ વેજિટેબલ અથાણું (Mix Vegetable Athanu Recipe In Gujarati)
Winter special pickelઆ અથાણું શિયાળા માં ખાવાની વધારે મજા આવે કેમ કે બધા જ શાકભાજી શિયાળા માં એકદમ સરસ મળતા હોય છે...અને આ અથાણું પૌષ્ટિક પણ છે... Jo Lly -
મિક્સ વેજીટેબલ સલાડ (Mix Vegetable Salad Recipe In Gujarati)
શિયાળાની ઋતુ માં બધા શાકભાજી ખુબજ લીલાછમ અને તાજા હોય વિટામિન a થી ભરપુર સલાડ ખુબજ ટેસ્ટી છે. Valu Pani -
વેજિટેબલ સાગુ (Vegetable sagu recipe in Gujarati)
વેજિટેબલ સાગુ એ કર્ણાટકની મિક્સ વેજીટેબલ કરી છે. આ કરી માં પસંદગી મુજબના કોઈપણ વેજીટેબલ નો ઉપયોગ કરી શકાય. આખા મસાલા અને નારિયેળની પેસ્ટ માંથી બનાવવામાં આવતી આ કરી સ્પાઇસી અને ફ્લેવર ફુલ બને છે. કર્ણાટક માં વેજ સાગુ રવા ઈડલી, ઢોસા, રાઈસ અથવા તો પૂરી સાથે નાસ્તામાં પણ પીરસવામાં આવે છે.#સાઉથ#પોસ્ટ7 spicequeen -
ગ્રીન બીન્સ પોરીયલ (Green beans poriyal recipe in Gujarati)
પોરીયલ એ તમિલ શબ્દ છે જેનો અર્થ તળેલા અથવા સાંતળેલા શાકભાજી ની બનાવટ એવો થાય છે. પોરીયલ અલગ-અલગ પ્રકારના શાકભાજી અને તાજા નાળિયેરની સાથે એકદમ ઓછા મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. ગ્રીન બીન્સ પોરીયલ ફણસી માંથી બનાવવામાં આવે છે જેમાં ખૂબ જ ઓછા મસાલા નો ઉપયોગ થાય છે પરંતુ ખૂબ જ ફ્લેવરફુલ શાક બને છે. આ એક એકદમ સરળ અને ઝડપથી બની જતી સાઈડ ડિશ છે જે રાઈસ, સાંભાર કે રસમ સાથે પીરસી શકાય. આ શાક રોટલી અને પરાઠા સાથે પણ એટલું જ સ્વાદિષ્ટ લાગે છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
રેસ્ટોરન્ટ સ્ટાઇલ મિક્સ અથાણું (Restaurant Style Mix Athanu Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiMy e-bookAthanuPost2ભારતમાં વિવિધ પ્રદેશોમાં વિવિધ રીતે અથાણાંં બનાવવામાં આવે છે, તેલ અને મસાલાઓ પણ અલગ અલગ પ્રકારનાં વાપરવામાં આવે છે. જેને કારણે ભારતમાં અથાણાઓમાં સ્વાદ અને સુગંધનું ઘણું વૈવિધ્ય જોવા મળે છે. તેમાં જુદા જુદા મસાલા, શાક અને ફળો નો ઉપયોગ કરી અથાણાં બને છે. આજે મેં એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મિક્સ અથાણું બનાવ્યું છે અને તેમાં preservative તરીકે વિનેગાર(સરકો) નો ઉપયોગ કર્યો છે. Bhumi Parikh -
લાલ મરચાનું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
અલગ-અલગ પ્રકારના અથાણા ભારતીય ભોજનનો એક અભિન્ન હિસ્સો છે. સામાન્ય રીતે ઉનાળા દરમ્યાન આપણે કેરીના અથાણાં બનાવીએ છીએ જે આખું વર્ષ ચાલે છે પરંતુ શિયાળા ની ઋતુ દરમ્યાન પણ ઘણા એવા અથાણા બનાવી શકાય છે જે થોડા સમય માટે તાજા બનાવીને ઉપયોગમાં લઇ શકાય છે.લાલ મરચાનું અથાણું તીખું અને ખાટું અથાણું છે જે માં મરચાના ટુકડા કરી ને અથવા આખા મરચા ભરીને પણ બનાવી શકાય. આ એક ખૂબ જ સરળ અને ફ્લેવરફુલ અથાણું છે જે થોડા અઠવાડિયા માટે રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકાય છે.#spicequeen#cookpadindia#cookpad_gu spicequeen -
લાલ મરચાં નું અથાણું (Red Chilli Pickle Recipe In Gujarati)
#APR#cookpad_guj#cookpadindiaઅથાણાં એ ભારતીય ભોજન નું એક ખાસ અંગ છે. ભારતભર માં રાજ્ય-પ્રાંત અનુસાર વિવિધ અથાણાં ભોજન સાથે પીરસાય છે જ. અથાણાં આખું વર્ષ રહે તેવા અને તાજા ખવાય એવા બને છે.આજે મેં લાલ મરચાં નું તીખું, ખાટું, મીઠું, રસીલું એવું અથાણું બનાવ્યું છે જે કોઈ પણ વ્યંજન સાથે સારું લાગે છે. Deepa Rupani -
મિક્સ વેજીટેબલ ખીચડી (Mix Vegetable Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#khichdiમારા ઘરમાં અવારનવાર બનતી આ ખીચડી ખુબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે. બનાવવામાં ખુબ જ સરળ અને ફટાફટ બની જાય છે. Riddhi Ankit Kamani -
અવિયલ (Avial Recipe In Gujarati)
અવિયલ એ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ માં બનાવવામાં આવતું મિક્સ વેજીટેબલ છે. આ કરી અલગ અલગ પ્રકારના શાકભાજી, નારિયેળ અને થોડા મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. આ એ ખૂબ જ સરળ અને ફ્લેવરફુલ ડીશ છે જે ભાત અને સાંભાર સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#ATW3#TheChefStory#Cookpadindia#cookpad_gu spicequeen -
*મિકસ વેજીટેબલ અચાર*
મિકસ વેજીટેબલ અચાર ખાટું અનેઓછા તેલ માં બનતું હોવાથી હેલ્ધી ચોમાસામાં શાકભાજી ના મળે તોપણ ગરજ સારે છે.#અથાણાં Rajni Sanghavi -
બીસી બેલે ભાત (Bisi bele bath recipe in Gujarati)
બીસી બેલે ભાત કર્ણાટકની વાનગી છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ડિશ તુવેર દાળ અને ચોખા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને તેમાં શાકભાજી પણ ઉમેરવામાં આવે છે. પસંદગી મુજબના વધારે કે ઓછા શાકભાજી ઉમેરી શકાય. આ ભાતમાં ઉમેરવામાં આવતો ખાસ પ્રકારનો મસાલો અને આમલી એક અલગ જ સ્વાદ આપે છે. આ ડીશ દહીં કે રાયતા અને બટાકાની ચિપ્સ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SR#cookpadindia#cookpad_gu spicequeen -
વેજીટેબલ ક્લીયર સૂપ (Vegetable Clear Soup Recipe In Gujarati)
સૂૂપ / જ્યુસ રેસીપી#SJC વેજીટેબલ ક્લીયર સૂપશિયાળા ની ઠંડી મા ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે . અને શાકભાજી પણ તાજા અને સરસ આવતા હોય છે . તો આજે મે વેજીટેબલ ક્લીયર સૂપ બનાવ્યુ. Sonal Modha -
ગાજર મરચા નું અથાણું (Carrot Chilli pickle recipe in Gujarati)
ગાજર મરચા નું અથાણું એ તરત જ બની જતું એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ અથાણું છે જે બે અઠવાડિયા સુધી ફ્રિજમાં પણ રાખી શકાય છે. આ અથાણું કોઈપણ જાતના પરાઠા, પૂરી થેપલા, ગાંઠિયા, ખાખરા અથવા તો ભોજનના એક ભાગરૂપે પીરસી શકાય. spicequeen -
કાઠિયાવાડી લાલ મરચાનું અથાણું (Kathiyawadi Red Chilly Pickle Recipe In Gujarati)
#BW#Bye_Bye_Winter#Cookpadgujarati અલગ-અલગ પ્રકારના અથાણા ભારતીય ભોજનનો એક અભિન્ન હિસ્સો છે. સામાન્ય રીતે ઉનાળા દરમ્યાન આપણે કેરીના અથાણાં બનાવીએ છીએ જે આખું વર્ષ ચાલે છે પરંતુ શિયાળા ની ઋતુ દરમ્યાન પણ ઘણા એવા અથાણા બનાવી શકાય છે જે થોડા સમય માટે તાજા બનાવીને ઉપયોગમાં લઇ શકાય છે.લાલ મરચાનું અથાણું તીખું અને ખાટું અથાણું છે જે માં મરચાના ટુકડા કરી ને અથવા આખા મરચા ભરીને પણ બનાવી શકાય. આ એક ખૂબ જ સરળ અને ફ્લેવરફુલ અથાણું છે જે થોડા અઠવાડિયા માટે રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકાય છે. જે લોકો મસાલેદાર ખાવાનું પસંદ કરે છે તેમના માટે પહેલી પસંદ લાલ મરચાનું અથાણું હોય છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ભરેલા લાલ મરચાના અથાણાં બનાવવા માટે સારા લાલ મરચાં બજારમાં મળી જાય છે. Daxa Parmar -
મિક્સ વેજીટેબલ શાક (Mix Vegetable Shak Recipe In Gujarati)
#GA4 #Week24બધા શાકભાજી થોડાંક હોય ત્યારે આ શાકભાજી બનાવી શાકભાજીનો ઉપયોગ કરી શકાય છે. આ શાક માં કારેલા સીવાય બધા શાકસરસ લાગે છે. Pinky bhuptani -
મિક્સ વેજીટેબલ ગ્રેવી મસાલા (Mix Vegetable Gravy Masala Recipe In Gujarati)
#GA4#Week1આપણા રસોડામાં પંજાબી વાનગીઓનું પણ ખાસ મહત્વ છે. બધા શાકભાજીનો ઉપયોગ કરીને સરસ સબ્જી બને છે. આ સબ્જી તીખી હોય તો વધુ સ્વાદિષ્ટ લાગે છે. Mamta Pathak -
પિકલ મસાલા (Pickle Masala Recipe In Gujarati)
#EB #Week 4ગરમીની મોસમ એટલે અથાણાં ની મોસમ. બધાના ઘરે જાત જાતના અથાણાં બનતા હોય છે. અથાણાં નો મુખ્ય ઘટક છે એમાં વપરાતો મસાલો. મસાલો યોગ્ય રીતે બન્યો હોય તો અથાણું લાંબો સમય ટકે છે. મેં અહીં ખાટાં અથાણાં માટે નો મસાલો બનાવ્યો છે. Jyoti Joshi -
-
મિક્સ વેજીટેબલ સબ્જી(Mix Vegetable Sabji Recipe In Gujarati)
#AM3 એપ્રિલ મિલ પ્લાન કોન્ટેસ્ટ Trupti mankad -
મિક્સ વેજીટેબલ આચાર
અત્યારે મિક્સ વેજીટેબલ આચાર નો બહુ જ ટ્રેન્ડ છે અને તે નાના મોટા સૌ કોઈ ને ખૂબ જ ભાવે છે તેથી અમારે દરેક વખતે બને છે.#EB Rajni Sanghavi -
-
મિક્સ વેજીટેબલ અથાણું
#અથાણાં#જૂનસ્ટારમિક્સ શાક સાથે બનાવેલું આ અથાણું તાઝુ તાઝુ સરસ લાગે છે. તેથી થોડું થોડું જ બનાવવું. શાક તમારા પસંદ પ્રમાણે નાખી શકાય. Deepa Rupani -
ગોબી ગાજર શલગમ અચાર (Gobi gajar shalgam achar recipe Gujarati)
શિયાળાની ઋતુ દરમિયાન ઘણા ઘણા અલગ પ્રકારના શાકભાજીનો ઉપયોગ કરીને આપણે ખૂબ જ સ્વાદિષ્ટ અથાણા બનાવી શકીએ છીએ. ગોબી ગાજર શલગમ એ એક ખાટા, મીઠા અને તીખા અથાણાનો પ્રકાર છે જે પંજાબી લોકો દ્વારા શિયાળામાં અચૂક બનાવવામાં આવે છે. આ શિયાળામાં મેં પણ આ અથાણું ટ્રાય કર્યું છે જે અમને ખૂબ જ ગમ્યું. હવે હું દર શિયાળામાં આ અથાણું જરૂરથી બનાવીશ.#MBR10#WP#cookpadindia#cookpad_gu spicequeen -
મિક્સ વેજ ઉપમા (Mix Veg Upma Recipe In Gujarati)
#MBR4સોજીનો ઉપમા એ એક પૌષ્ટિક, બનાવવામાં ખૂબ જ સરળ અને લોકપ્રિય વાનગી છે. જે સવારના નાસ્તામાં પીરસવામાં આવે છે. ઉપમા બનાવવા માટે સૌ પ્રથમ સોજીને ઘી માં શેકવામાં આવે છે જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. પછી તેને સાંતળેલા શાકભાજીમાં અને પાણીની સાથે પકાવવામાં આવે છે ઉપમાને કોથમીર તથા દાડમથી ગાર્નીશ કરવાથી તેનો લુક પણ સરસ લાગે છે. Ankita Tank Parmar -
સિંધી કઢી (Sindhi kadhi recipe in Gujarati)
જેમ કે નામ સૂચવે છે તેમ આ એક સિંધી રેસીપી છે જે ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત છે. સામાન્ય રીતે આપણે કઢી દહીં અને બેસન નો ઉપયોગ કરીને બનાવીએ છીએ પરંતુ સિંધી કઢી માં દહીંનો ઉપયોગ થતો નથી, ફક્ત બેસન અને શાકભાજી દ્વારા આ કઢી બનાવવામાં આવે છે. અલગ-અલગ પ્રકારના શાકભાજી આ કઢી ને એક સરસ ફ્લેવર આપે છે. સિંધી કઢી એકદમ સરળ અને સ્વાદિષ્ટ ડીશ છે જે પ્લેન રાઈસ સાથે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. સિંધી કઢી, આલુ ટુક અને પ્લેન રાઈસ નું કોમ્બિનેશન સિંધી લોકો નું પ્રિય ભોજન છે.#AM1#cookpadindia#cookpad_gu spicequeen -
રાયતા મરચાં (Green Chilli Pickle Recipe in Gujarati) (Instant)
શિયાળામાં ગુજરાતીઓના ઘરમાં રાયતા મરચા ન બને તેવું શક્ય નથી. ઠંડીની સીઝન દરમિયાન તાજા મરચા ખાવાની મજા જ કંઈક અલગ છે. Disha Prashant Chavda -
મિક્સ વેજીટેબલ સબ્જી (Mix Vegetable Sabji Recipe In Gujarati)
શિયાળા માં બધા શાક ભાજી ખુબ સરસ આવે તો વિટા મીન્સ થી ભરપુર મિક્સ શાક બનાવ્યું છે. Varsha Dave
More Recipes
ટિપ્પણીઓ (26)