દૂધી ચણા દાળ નું શાક (Dudhi chana dal subzi recipe in gujarati)

#GA4
#Week21
#Bottlegourd
દૂધી સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક હોય છે. દૂધી માંથી આપણે ઘણી વાનગીઓ બનાવીએ છીએ જેમ કે હલવો, મુઠીયા, થેપલા વગેરે. દૂધી નું શાક પણ સરસ લાગે છે અને તેમાં ચણા દાળ ઉમેરી દઈએ તો વધુ મજા પડે.

રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ની દાળ ને પાણી થી ધોઈ ને 1 કલાક પલાળી લો. ત્યારબાદ પાણી નિતારી લો.
- 2
દૂધી ની છાલ કાઢી ને નાના ટુકડા કરી લો અને પાણી ઉમેરી ને ધોઈ લો.
- 3
હવે કુકર માં તેલ ગરમ કરવા મૂકો. તેલ માં રાઈ અને જીરું તતડાવો. ત્યારબાદ સૂકું લાલ મરચુ, તમાલપત્ર અને હિંગ ઉમેરો.
- 4
ત્યારબાદ લસણ ની પેસ્ટ ઉમેરી ને 1/2મિનિટ સાંતળો.
- 5
હવે દૂધી ના ટુકડા અને ચણા ની દાળ ઉમેરી લો.
- 6
તેમાં મીઠું, હળદર, લાલ મરચુ પાઉડર અને ધાણાજીરું ઉમેરી ને મિક્સ કરી લો. 2-3 મિનિટ સાંતળો.
- 7
હવે પાણી ઉમેરી ને મિક્સ કરી લો. કુકર નું ઢાંકણ લગાવી ને 5-6 સિટી થાય ત્યાં સુધી ચડવા દો.
- 8
હવે દૂધી ચણા દાળ નું શાક તૈયાર છે. સમારેલી કોથમીર ભભરાવી ને રોટલી અથવા રોટલા સાથે પીરસો.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (17)