ઓટ્સ ચીલા (Oats Chila Recipe in Gujarati)

ઓટ્સ ચીલા (Oats Chila Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઓટ્સ ચીલા બનાવવા માટે સૌપ્રથમ ઓટ્સ, બેસન અને રવો લો. ઓટ્સ અને રવાને ગ્રાઈન્ડરમાં માં દદરું પીસી લો.
- 2
હવે આ મિક્સરને એક મોટા બાઉલમાં કાઢી લો. હવે તેમાં બેસન, ડુંગળી અને ટામેટાની પેસ્ટ ઉમેરો. હવે અજમો તથા બધા મસાલા ઉમેરો. હવે ક્રશ કરેલું આદુ લસણ અને લીલા મરચાની પેસ્ટ, દહીં, સ્વાદ અનુસાર મીઠું અને લીલા ધાણા ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો. હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ચીલા બનાવવા માટે ખીરૂં તૈયાર કરો.
- 3
હવે એક તવો ગરમ કરો ગેસ ની ફ્લેમ્ મીડીયમ રાખો. હવે તવા પર તેલ સ્પ્રેડ કરી ને ગોળાકારમાં ખીરું રેડો. એક બાજુ શેકાઈ જાય એટલે પલટાવીને એક ચમચી તેલ રેડો અને આ રીતે બંને સાઇડ ગોલ્ડન બ્રાઉન થાય એ રીતે શેકી લો. આ રીતે બીજા ચીલા પણ શેકી લો.
- 4
હવે એક પ્લેટમાં ટોમેટો કેચપ સાથે સર્વ કરો. આપણા ગરમાગરમ હેલ્ધી ઓટ્સ ચીલા સર્વ કરવા માટે તૈયાર છે. મેં આને ટોમેટો કેચપ સાથે સર્વ કર્યા છે. તમે આ ઓટ્સ ચીલાને લસણની ચટણી, લીલી ચટણી, ચા યા કોફી સાથે સર્વ કરી શકો છો. આ ઓટ્સ ચીલા નાસ્તામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે મારી આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરો અને આનંદ માણો.
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ (5)