ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe in Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29

#GA4
#WEEK22
#pizza
ભાખરી પીઝા જે ઘરમાં રહેલી વસ્તુ માંથી બની જાય છે .આ પીઝા બાળકો ને ટિફિન મા પણ આપી શકાય છે.આમાં મેંદા નો ઉપયોગ નથી થતો એટલે બાળકો ગમે તેટલા ખાઈ તો પણ વાંધો નહીં.આ રીતે બનાવી ને બાળકો ને આપીએ તો તેઓ ભાખરી અને વેજીટેબલ પણ ખાઈ લે છે. એટલે બાળકો પણ ખુશ અને મમ્મી પણ ખુશ.

ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe in Gujarati)

#GA4
#WEEK22
#pizza
ભાખરી પીઝા જે ઘરમાં રહેલી વસ્તુ માંથી બની જાય છે .આ પીઝા બાળકો ને ટિફિન મા પણ આપી શકાય છે.આમાં મેંદા નો ઉપયોગ નથી થતો એટલે બાળકો ગમે તેટલા ખાઈ તો પણ વાંધો નહીં.આ રીતે બનાવી ને બાળકો ને આપીએ તો તેઓ ભાખરી અને વેજીટેબલ પણ ખાઈ લે છે. એટલે બાળકો પણ ખુશ અને મમ્મી પણ ખુશ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૧ લોકો માટે
  1. ૧/૪ કપઘઉં નો જાડો લોટ
  2. ૧/૪ કપઘઉં નો જીણો લોટ
  3. ૧/૨ ટી સ્પૂનઓરેગાનો
  4. ૧/૨ ટી સ્પૂનચીલી ફ્લેક્સ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૨ ચમચીતેલ મોણ માટે
  7. સ્ટફિંગ માટે
  8. ડુંગળી ઝીણી સમારેલી
  9. ૧/૪કેપ્સિકમ જીણું સમારેલું
  10. ૧/૪ કપકોબી જીની સમારેલી
  11. ૧ ચમચીચીલી ફ્લેક્સ
  12. ૧ ચમચીઓરેગાનો
  13. મીઠું સ્વાદાનુસાર
  14. ૧/૪ કપપીઝા સોસ (મે અહી ઘરે બનાવેલો પીઝા સોસ લીધો છે)
  15. ૧/૪ કપમોઝરેલ ચીઝ
  16. ૧ ટી સ્પૂનતેલ(વેજીટેબલ સાંતળવા માટે)
  17. ૧ ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૈા પ્રથમ બને લોટ,ચીલી ફ્લેક્સ, ઓરેગાનો,મીઠું અને તેલ નાખી ને પાણી નાખી ને કઠણ લોટ બાંધી લો.

  2. 2

    ત્યાર બાદ કોબી,ડુંગળી અને કેપ્સીકમ ને ચોપર મા જીણા ચોપ કરી લો.ગેસ પર કડાઈ ગરમ કરવા મુકી ને તેમાં તેલ નાખો.તેલ ગરમ થાય એટલે તેમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખો.ત્યાર બાદ તેમાં વેજીટેબલ ઉમેરો. હવે હલાવી ને નીચે ઉતારી લો.

  3. 3

    હવે બાંધેલા લોટમાંથી સહેજ જાડી ભાખરી વણી લો. તેને લોઢી મા પહેલા એક બાજુ સરખી થવા દો.ત્યાર બાદ તેને પલટાવી લો. હવે ઉપર ની બાજુ પીઝા સોસ પાથરો.

  4. 4

    હવે તેના ઉપર તૈયાર કરેલું સ્ટફિંગ પાથરો.ત્યાર બાદ તેના ઉપર મોઝ રેલા ચીઝ પાથરો. હવે તેને ચીઝ ઓગળે ત્યાં સુધી ઢાંકી ને થવા દો. ભાખરી ની આજુ બાજુ બટર નાખો જેથી નીચે નો ભાગ કડક થઇ જશે.આ બધી પ્રોસેસ કરતી વખતે ગેસ ની ફલેમ્ ધીમી જ રાખવી.

  5. 5

    હવે ચીઝ ઓગળે એટલે તેને નીચે ઉતારી લો.

  6. 6

    હવે તેને પીઝા કટર થી કટ કરી લો.

  7. 7

    તો તૈયાર છે હેલ્ધી ભાખરી પીઝા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

Similar Recipes