પનીર વેજીટેબલ સ્ટફડ ચીલા (Paneer Vegetable Stuffed Chila Recipe in Gujarati)

પનીર વેજીટેબલ સ્ટફડ ચીલા (Paneer Vegetable Stuffed Chila Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક મિકસર જારમા પલાળેલી અને બરાબર ધોયેલી મગની દાળ લો અને તેમા એક લીલુ મરચુ અને નાનો આદુનો કટકો નાખી પીસી લો.. જરુર મુજબ પાણી નાખવુ અને પીસવુ ઢોસા જેવુ ખીરુ તૈયાર કરી તેમા સ્વાદ અનુસાર મીઠુ નાખી દસેક મિનિટ રહેવા દો
- 2
હવે એક પેન લો અને ગેસ પર મુકી તેમા ૨ ચમચી જેટલુ તેલ ઉમેરી ગરમ કરો
- 3
હવે તેમા આદુ લસણની પેસ્ટ ઉમેરી ને સાંતળી લો પછી તેમા સમારેલી ડુંગળી, લીલા મરચા, ગાજર, કેપ્સિકમ નાખી થોડુ સાતળી લો પછી તેમા મકાઈના દાણા થોડી કોથમીર નાખો અને મીઠું સ્વાદ અનુસાર નાખી બધુ ભેળવી હલાવી લો અને ગેસ પરથી ઉતારી ને બાઉલમા કાઢી લો
- 4
હવે આ મિસરણ મા પનીર ભેળવી દો અને ચીલાનુ મિસરણ તૈયાર કરો જરુર લાગે તો થોડુ મીઠું ઉમેરવુ
- 5
હવે ગેસ પર નોનસ્ટિક તવો મુકો અને થોડા તેલથી ગી્સ કરી તવો લુછીને ઢોસાની જેમ ખીરુ પાથરો
- 6
કિનારી ફરતે તેલ લગાવી બંને બાજુ સોનેરી રંગનો થાય એ રીતે શેકી લો તેની એકબાજુ ઉપર કોથમીર લગાવી ને શેકો
- 7
હવે તેમા વચ્ચે પનીર નુ સ્ટફીંગ પાથરો અને બેય બાજુથી વાળી લો અને ધીમા તાપે શેકી ને મગદાળ ચીલા તૈયાર કરો
- 8
આ રીતે બધા ચીલા તૈયાર કરી લો
- 9
હવે તેને ડીશમા કાપીને પ્લેટીંગ કરો અને ટોમેટો કેચઅપ, લીલી ચટણી સાથે કોથમીર થી ગાનિઁશ કરી ગરમાગરમ સવઁ કરો...તો તૈયાર છે પનીર સ્ટફીંગ મગદાળ ચીલા.. ખાવામા ખુબજ પૌષ્ટિક એવા આ ચીલા સ્વાદમા ખુબજ સરસ લાગે છે અને ગમે ત્યારે ખાઈ શકો છો
Keywords
Similar Recipes
More Recipes




























ટિપ્પણીઓ (4)