ક્રીમી મેક્રોની પુલાવ (Creamy Macroni Pulao Recipe In Gujarati)

#AM2 ગરમીની ઋતુ માં અને નાના મોટા ને બધા ને ભાવે તેવો ક્રીમી મેક્રોની પુલાવ મે બનાવેલ છે.....
ક્રીમી મેક્રોની પુલાવ (Creamy Macroni Pulao Recipe In Gujarati)
#AM2 ગરમીની ઋતુ માં અને નાના મોટા ને બધા ને ભાવે તેવો ક્રીમી મેક્રોની પુલાવ મે બનાવેલ છે.....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા વેજીટેબલ અને બારીક સમારી લો મકાઈ ને બાફી લો અને બેબી કોને સ્ટીમ કરી લો. એક કડાઈમાં તેલ મૂકી બધા શાકભાજી માં મીઠું નાખી ક્રચી રહે તે રીતે પકાવી લો. છેલ્લે તેમાં ચીલી ફ્લેક્સ ઓરેગાનો અને મરી પાઉડર નાખી મિક્સ કરો તો તૈયાર છે ક્રાંચી વેજીટેબલ
- 2
ભાત અને મેક્રોની માં સ્વાદ અનુસાર મીઠું નાખી ને પકાવી લો.
- 3
એક પેનમાં ઘી ગરમ મૂકી તેમાં મેંદો નાખી આછો ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકોવાનો છે. હવે તેમાં દૂધ ઉમેરી તેને સતત હલાવવાનું છે. લોટ અને દૂધ બરાબર મિક્સ થઈ જાય ત્યાર બાદ તેમાં દૂધ નો પાઉડર, ફ્રેશ ક્રીમ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો,મરી પાઉડર, ખાંડ અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરો અને મિક્સ કરો. હવે આ ક્રીમી સોસ તૈયાર છે.
- 4
હવે એક કડાઈમાં બટર લો. તેમાં મિક્સસ વેજિટેબલ, રાઈસ, મેક્રોની, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો નાખી મિક્સ કરો.
- 5
હવેે મેક્રોની પુલાવ અને ક્રીમી સોસ બને ગરમ કરો. પ્લેટ માં મેક્રોની પુલાવ ઉપર ક્રીમી સોસ નાખી સર્વ કરો.... તો તૈયાર છે. ક્રીમી મેક્રોની પુલાવ
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ (7)