પાપડ કોર્ન ચાટ (Papad Corn Chaat Recipe In Gujarati)

#PS
આ એક ઝટપટ બનતી ચટપટી રેસીપી છે....
ચટપટી વાનગી માં તો બહુ જ બધુ બની શકે અને આપણે રોજિંદી life માં બનાવીએ પણ છે...
એવી જ રીતે આજે મારા ઘરમાં કોર્ન ચાટ બનાવવામાં આવી પણ થોડું અલગ રીતે એને પ્રસ્તુત કરવા માટે અને મારી દીકરીને કઈક નવું લાગે અને એને ભાવે એ માટે મેં પાપડના કોન બનાવી અને એમાં એ ચાટ ભરીને સર્વ કર્યું તો મજા પડી ગઈ એને તો...
"yee...!!! cone માં ખાવાનું icecream cone ની જેમ....""
એ રેસીપી હું અહીંયા share કરું છું...

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા ડુંગળી,કેપ્સિકમ, કેરી એ બધાને ધોઈ બરાબર સાફ કરીને ઝીણા સમારી લેવાં. ચીઝ ને ખમણીને તૈયાર કરી લેવું. અને કોર્ન ને માઇક્રોવેવ માં બોઇલ કરી લેવા...
- 2
એક બાઉલ લો. તેમાં કોર્ન, ડુંગળી,ગાજર,કેપ્સિકમ, કેરી,અને લીલા ધાણા ઉમેરો... પછી તેમાં ચાટ મસાલા,મરી પાઉડર,પેરી પેરી મસાલા નાખીને બરાબર મિક્ષ કરી લેવું. પછી તેમાં લીંબુ રસ અને ઓલિવ ઓઇલ નાખવુ. અને ઝીણી સેવ નાખીને બરાબર મિક્ષ કરી સ્ટફિંગ તૈયાર કરી લેવું.
- 3
પાપડ લઈ તેને વચ્ચેથી કાપી લઈ બે ભાગ કરી લેવા અને એક એક લઈ બન્ને બાજુ શેકવા અને એને કોન (cone) આકારમાં ગરમ ગરમ જ ફોલ્ડ કરી shot glass માં મુકવા જેથી ઠંડા પડે એટલે એ આકારમાં જ સેટ થઈ જાય.
- 4
પછી એક એક કોન (cone) લઈ તેમાં કોર્ન (corn) ચાટ ભરી લેવી.. અને તેને ચીઝ,ધાણા અને ઝીણી સેવથી ગાર્નિશ કરીને સર્વ કરવું... અને એને તરત જ સર્વ કરવું નહીં તો પાપડ થોડી વારમાં ડુંગળી પોતાનું પાણી છોડશે તો પાપડ થોડી વારમાં જ નરમ થઈ જશે...
- 5
તૈયાર છે ઝટપટ ચટપટી પાપડ કોર્ન ચાટ...
Keywords
Similar Recipes
More Recipes
- વૉલનટ બિસ્કોફ ચીઝકેક (Walnut Biscoff Cheesecake Recipe In Gujarati)
- બકલાવા વોલનટ સિગાર (Baklava Walnut Cigar Recipe In Gujarati)
- વોલનટી દહીં કબાબ (Walnutty Dahi Kebab Recipe In Gujarati)
- વૉલનટ પનીર કલાકંદ (Walnut Paneer Kala Kand Recipe In Gujarati)
- એગલેસ ચોકો નટી ક્રોસોં (Eggless Choco Nutty Croissant Recipe In Gujarati)

ટિપ્પણીઓ