પાપડ કોર્ન ચાટ (Papad Corn Chaat Recipe In Gujarati)

Khyati's Kitchen
Khyati's Kitchen @khana8099
Vadodara

#PS
આ એક ઝટપટ બનતી ચટપટી રેસીપી છે....

ચટપટી વાનગી માં તો બહુ જ બધુ બની શકે અને આપણે રોજિંદી life માં બનાવીએ પણ છે...

એવી જ રીતે આજે મારા ઘરમાં કોર્ન ચાટ બનાવવામાં આવી પણ થોડું અલગ રીતે એને પ્રસ્તુત કરવા માટે અને મારી દીકરીને કઈક નવું લાગે અને એને ભાવે એ માટે મેં પાપડના કોન બનાવી અને એમાં એ ચાટ ભરીને સર્વ કર્યું તો મજા પડી ગઈ એને તો...
"yee...!!! cone માં ખાવાનું icecream cone ની જેમ....""

એ રેસીપી હું અહીંયા share કરું છું...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૬ કોન
  1. ૧ કપકોર્ન
  2. ૩ નંગશેકેલા પાપડ
  3. ૧ કપજીણી સમારેલી ડુંગળી
  4. ૧ કપઝીણું સમારેલું કેપ્સિકમ
  5. ૧/૨ કપઝીણું સમારેલું ગાજર
  6. ૧/૨ કપઝીણી સમારેલી કાચી કેરી
  7. ૧/૨ કપઝીણી સેવ
  8. ૧/૨ઝીણા સમારેલાં લીલા ધાણા
  9. ૧/૪ ટી સ્પૂનચાટ મસાલા
  10. ૧/૪ ટી સ્પૂનમરી પાઉડર
  11. ૧ ટે સ્પૂનપેરી પેરી મસાલા
  12. ૧ ટે સ્પૂનલીંબુ રસ
  13. ૨ ટે સ્પૂનઓલિવ ઓઇલ
  14. છીણેલું ચીઝ ગાર્નિશ કરવા
  15. ૬ નંગકાચના shot ગ્લાસ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પહેલા ડુંગળી,કેપ્સિકમ, કેરી એ બધાને ધોઈ બરાબર સાફ કરીને ઝીણા સમારી લેવાં. ચીઝ ને ખમણીને તૈયાર કરી લેવું. અને કોર્ન ને માઇક્રોવેવ માં બોઇલ કરી લેવા...

  2. 2

    એક બાઉલ લો. તેમાં કોર્ન, ડુંગળી,ગાજર,કેપ્સિકમ, કેરી,અને લીલા ધાણા ઉમેરો... પછી તેમાં ચાટ મસાલા,મરી પાઉડર,પેરી પેરી મસાલા નાખીને બરાબર મિક્ષ કરી લેવું. પછી તેમાં લીંબુ રસ અને ઓલિવ ઓઇલ નાખવુ. અને ઝીણી સેવ નાખીને બરાબર મિક્ષ કરી સ્ટફિંગ તૈયાર કરી લેવું.

  3. 3

    પાપડ લઈ તેને વચ્ચેથી કાપી લઈ બે ભાગ કરી લેવા અને એક એક લઈ બન્ને બાજુ શેકવા અને એને કોન (cone) આકારમાં ગરમ ગરમ જ ફોલ્ડ કરી shot glass માં મુકવા જેથી ઠંડા પડે એટલે એ આકારમાં જ સેટ થઈ જાય.

  4. 4

    પછી એક એક કોન (cone) લઈ તેમાં કોર્ન (corn) ચાટ ભરી લેવી.. અને તેને ચીઝ,ધાણા અને ઝીણી સેવથી ગાર્નિશ કરીને સર્વ કરવું... અને એને તરત જ સર્વ કરવું નહીં તો પાપડ થોડી વારમાં ડુંગળી પોતાનું પાણી છોડશે તો પાપડ થોડી વારમાં જ નરમ થઈ જશે...

  5. 5

    તૈયાર છે ઝટપટ ચટપટી પાપડ કોર્ન ચાટ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khyati's Kitchen
Khyati's Kitchen @khana8099
પર
Vadodara
I just love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes