મકાઈ નો વઘારેલો લોટ (Makai Vagharelo Lot Recipe In Gujarati)

Nita Prajesh Suthar @Nita_2312
મકાઈ નો વઘારેલો લોટ (Makai Vagharelo Lot Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ સળગાવી વાસણ મૂકો. પછી તેમાં વઘાર માટે તેલ મૂકો. તેલ ગરમ થતાં તેમ રાઈ, જીરુ, નાખો પછી ઝીણા કાપેલા લીલા મરચાં, મીઠો લીમડો, અજમો, લસણ, ડુંગળી નાખી બરાબર મિક્સ કરી લો.
- 2
હવે બધું સંતળાઈ જાય એટલે તેમાં ત્રણ ગ્લાસ પાણી ઉમેરો. પછી તેમાં લાલ મરચું, હળદર, મીઠું નાખો તેને બરાબર હલાવીને ઉકળવા દો.
- 3
બરાબર ઉકળી જાય એટલે ઉભરો આવે ત્યારે થોડો થોડો મકાઈનો લોટ નાખો અને વેલણથી સતત હલાવતા રહી બરાબર મિક્સ કરી લો. હવે લોટને બરાબર બફાવા દો. હવે તેમાં લીલા ધાણા ઉમેરી મિક્સ કરી લો. થોડીવાર ઢાંકીને બફાવા દો ફરીથી હલાવીને મિક્સ કરી લો.
- 4
મકાઈનો વઘારેલો લોટ તૈયાર છે. વઘારેલો લોટ સર્વિંગ પ્લેટમાં કાઢી લો ઉપરથી થોડું ઘી લો. મકાઈનો વઘારેલો લોટ ઘી, દૂધ, છાશ, કઢી સાથે સર્વ કરો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15236702



ટિપ્પણીઓ (6)