બ્રેડ પકોડા (Bread pakoda Recipe in Gujarati)

Isha panera
Isha panera @IshakaZaika

#RC1
#cookpadgujarati
#cookpadindia
પકોડા તો આપને બધા બનાવતાં જ હોય છે.પણ આજે હું તમારી સાથે પકોડા માં સ્પ્રીંકલ કરવામાં આવતો મેજીક મસાલાની રેસિપી સાથે લાવી છું તમે એક વાર આ રીતે બનાવશો તો ક્યારેય તમારે બહાર થી લાવવાની જરૂર નહિ પડે.

બ્રેડ પકોડા (Bread pakoda Recipe in Gujarati)

#RC1
#cookpadgujarati
#cookpadindia
પકોડા તો આપને બધા બનાવતાં જ હોય છે.પણ આજે હું તમારી સાથે પકોડા માં સ્પ્રીંકલ કરવામાં આવતો મેજીક મસાલાની રેસિપી સાથે લાવી છું તમે એક વાર આ રીતે બનાવશો તો ક્યારેય તમારે બહાર થી લાવવાની જરૂર નહિ પડે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
8 પકોડા
  1. 16બ્રેડ સ્લઈસ
  2. > સ્ટફિંગ માટે -4 બટાકા
  3. 1 tbspલાલ મરચું પાઉડર
  4. 1tbspગરમ મસાલો
  5. 2 tbspકોથમીર
  6. ચપટીહળદર
  7. ચપટીહિંગ
  8. મેજીક મસાલા માટે - 2 tbsp સૂકાધાણા
  9. 1tbsp. જીરૂ
  10. 1 tspહિંગ
  11. 1/2 tbspસંચળ
  12. 1 tbspચાટ મસાલો
  13. 1 tbspગરમ મસાલો
  14. ખીરું બનાવવા માટે - 1.1/2 કપ બેસન
  15. 1tsp. હળદર
  16. 1 tspલાલ મરચું પાઉડર
  17. 1.5 કપપાણી(જરૂરિયાત અનુસાર)
  18. મીઠું સ્વદાનુસાર
  19. પકોડા તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને વરાળ થી બાફી લો અને મેશ કરી લો. ત્યારબાદ સ્ટફિગ ની બધી સામગ્રી ઉમેરી મિક્સ કરી લો અને બ્રેડ સ્લાઈસ ઉપર પાથરી દો.અને ઉપર બીજી બ્રેડ સ્લાઈસ થી કવર કરો.

  2. 2

    હવે ચણા નો લોટ લઈ તેમાં હિંગ,હળદર,મીઠું અને લાલ મરચું નાખી મિક્સ કરો ત્યારબાદ જરૂરિયાત મુજબ પાણી બનાવી ખીરું તૈયાર કરો.

  3. 3

    હવે મેજીક મસાલા માટે ધાણા અને જીરું ને સેકી લો ત્યાબાદ ઠંડા કરી મેજીક મસાલાની બધી સામગ્રી મિક્સચર જારમાં લઈ ક્રશ કરી લો.

  4. 4

    હવે બેસન નાં બેટર માં સ્ટફિંગ વાડી બ્રેડ ડીપ કરી ગરમ તેલ માં બધા પકોડા તળી લો.

  5. 5

    ગરમ હોય ત્યારે જ મેજીક મસાલો અને કોથમીર ભભરાવી ખાટીમીઠી ચટની અને ચા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Isha panera
Isha panera @IshakaZaika
પર

Similar Recipes