પેસ્ટ્રી (Pastry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં ખાંડ અને તેલ લઈ બરાબર ફેટવું.એમાં દહીં નાંખી બરાબર મિક્સ કરવું.
- 2
એક બાઉલ માં મેંદો, બેકિંગ પાઉડર, સોડા બાય કાર્બ નેટ ને ચારણી વડે ચાળી લેવું.ખાંડ,તેલ,દહીં વાળા મિશ્રણ માં નાખી બરાબર મિક્સ કરવું અને અસેસેન્સ નાખી હલાવી લેવું. જરૂર મુજબ હુંફાળું દૂધ નાખી બરાબર મિક્સ કરવું.
- 3
એક કેક ટીન માં બટર લગાવી એમાં થોડો મેંદો નાખી બરાબર ટ્રે માં લગાવી લેવું.
એક મોટા વાસણમાં આખું મીઠું પાથરવું અને એક સ્ટેન્ડ મૂકી કેક ટીન મૂકવું અને ૫ મિનિટ ધીમા ગેસ ટીન ગરમ કરી એમાં કેક બેટર નાખવું. વાસણ નું ઢાંકણ બંધ કરી ધીમા ગેસ પર ૪૫ મિનિટ માટે રાખવુ. - 4
૪૫ મિનિટ પછી ગેસ બંધ કરી કેક ટીન ને
કાઢી એક રૂમાલ વડે ઢાંકી ઠંડી પડે ત્યાં સુધી રહેવા દેવી.પછી એના પીસ કરી લેવા. - 5
બટર,ખાંડ, ચોકલેટ પાઉડર બરાબર મિક્સ કરી પેસ્ટ બનાવી પેસ્ટ્રી સજાવવી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15310027










ટિપ્પણીઓ