માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB
Week 12
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં લોટ, રવો, ઇલાયચી નો ભુક્કો સરખું હલાવી ધીમે ધીમે દૂધ ભેળવી મિડીયમ ખીરું તૈયાર કરવું. ૧૫ થી ૨૦મિનીટ રાખી મુકવું.
- 2
બીજી તરફ ખાંડ અને પાણી ઉમેરી ઉકાળી લેવું.... ચાસણી માટે તાર થવા ની જરૂર નથી.. પણ ચીકાશ આવે તેમ ઉકાળવું... કેસર ના તાંતણા ઉમેરી દેવામાં..
- 3
બીજી તરફ બને તો ઘી ગરમ કરવા મુકવું.. બાકી તેલ પણ ચાલે. ગરમ થાય એટલે એક ચમચા થી થોડું ઉપર થી ખીરી ની ધાર કરવી...
- 4
એક બાજુ ગુલાબી તળાઈ જાય એટલે બીજી તરફ ફેરવી ગુલાબી તળી લેવા.... પછી ૪થી૫ મિનીટ માટે હલકી ગરમ ચાસણી માં ડુબાડી રાખી બહાર લઈ બદામ પિસતા ની કતરણ છાંટીને સરવ કરવું...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15312446




ટિપ્પણીઓ (4)