બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)

ગુજરાતીઓ ના નાસ્તામાં બાજરી ના વડા કે મકાઇ ના વડા નો સમાવેશ કરવામાં આવે છે
બાજરો કે બાજરી ખૂબ જાણીતું અનાજ છે..
જે વિશ્વ માં વધારે આફ્રિકા તેમજ દક્ષિણ એશિયા ના દેશો માં ખવાય છે.
પણ તેનું સૌથી વધુ ઉત્પાદન ભારત માં જ થાય છે અને તે ભારત માં પ્રાથમિક ખોરાક તરીકે ખવાય છે.
બાજરો એ સ્વાસ્થ્ય વર્ધક અનાજ છે કેમકે તેમાં ઘણા સતત્વો જોવા મળે છે જેમકે પ્રોટીન, કેલ્સિયમ, ફોસ્ફરસ અને આર્યન..
બાજરી ના વડા એ બાજરાનું ખૂબ જ સ્વાદિષ્ટ સ્વરૂપ છે...
બાજરી ના વડા સવારે ગરમા ગરમ ચા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે...
મુખ્યત્વે બાજરી ને ઘણા લોકો શિયાળામાં ખાવાનું વધારે પસંદ કરે છે..
આમ તો બાજરી ના લોટ માંથી ઘણા બધા પ્રકારની વાનગીઓ બનતી હોય છે.. જેમ કે બાજરી ની રાબ, રોટલા, ખીચડી,કૂલેર ઇત્યાદી...
અહીં મેં ચટપટા બાજરી ના વડા બનાવ્યા છે... તો ચાલો રીત જોઇશું...

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં બાજરી નો લોટ, લઈ તેમાં બધા જ ડ્રાય મસાલા જેવા કે લાલ મરચું પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, દહીં,તલ, અજમો, મીઠું સ્વાદાનુસાર, તેલ, કસૂરી મેથી, ગોળ - આંબલી નું પાણી ઉમેરી મિડિયમ થીક લોટ બાંધી લેવો...
નોંધ: બહુ કઠણ લોટ પણ નહીં બાંધવો નહીંતર વડા ફૂલશે નહીં... - 2
હવે એક પેનમાં તેલ લઈ ગરમ થાય ત્યારબાદ તેમાં વડા ને હાથે થી થેપી ને તેને તેલમાં બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા.તો તૈયાર છે ચટપટા બાજરી ના વડા...
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (15)