અનાનાસ નો શીરો (Pineapple Sheera Recipe In Gujarati)

શીરો લગભગ બધાને ભાવતો હોય છે.તો શીરા માં એકદમ નવી ફ્લેવર સાથે બનાવો અનાનાસ નો શીરો.
અનાનાસ નો શીરો (Pineapple Sheera Recipe In Gujarati)
શીરો લગભગ બધાને ભાવતો હોય છે.તો શીરા માં એકદમ નવી ફ્લેવર સાથે બનાવો અનાનાસ નો શીરો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં 2 ચમચી ઘી લો.ઘી સાધારણ ગરમ થાય પછી તેમાં 2 મિનિટ માટે સૌથી પહેલા ડ્રાયફ્રુટ ને શેકી લો.અને ત્યાર બાદ તેમાં સોજી ઉમેરી સોજીને પણ મધ્યમ આંચ પર 3 થી 4 મિનિટ માટે સેકી લો.
- 2
હવે અન્ય એક કડાઈમાં 2 ચમચી ઘી ગરમ કરો અને તેમાં સમારેલ અનાનાસ ના ટુકડા ઉમેરી તેને પણ 3 મિનીટ માટે ઘી માં સેકી લો.(તમે સમારેલ અનાનાસ ની જગ્યાએ તેની પેસ્ટ બનાવીને પણ લઇ શકો)
- 3
અનાનાસ બરાબર શેકાઈ જાય પછી તેમાં 2 ચમચી ખાંડ ઉમેરી મિક્સ કરો અને હવે તેમા 2 કપ પાણી અને કેસર ઉમેરી ઢાંકીને 4 થી 5 મિનિટ ઉકાળી લો.
- 4
5 મિનિટ પછી હવે તેમાં શેકેલી સોજી ઉમેરો.અને ધીમા તાપે હલાવતા રહો.હવે તેમા ઈલાયચી પાઉડર અને શેકેલા ડ્રાયફ્રુટ ઉમેરી મિક્સ કરો.
હવે તેમાં 1/2 કપ જેટલું ઘી ઉમેરી મિક્સ કરી ઢાંકીને 3 થી 4 મિનિટ ચડવી લો.
- 5
તો તૈયાર છે ગરમાગરમ અનાનાસ નો શીરો...
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ (2)