થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)

Sapna patel
Sapna patel @Sapna11

ખૂબ જ ઝડપથી બનતી આ વાનગી એકદમ બજાર માં મળે તેવી જ બની ને તૈયાર થાય છે ...

#HP

થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)

ખૂબ જ ઝડપથી બનતી આ વાનગી એકદમ બજાર માં મળે તેવી જ બની ને તૈયાર થાય છે ...

#HP

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 થી 40 મિનિટ
4 વ્યક્તિ
  1. 1લીટર- દૂધ
  2. 1 વાટકી- ખાંડ (બે અલગ અલગ બાઉલમાં ખાંડ 1/2કરવી)
  3. 1/2ચમચી-ઈલાયચી પાઉડર
  4. 1/2ચમચી-ફટકડી નો પાઉડર
  5. ગાર્નિશ માટે... બદામની કતરણ

રાંધવાની સૂચનાઓ

30 થી 40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દૂધને એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરો

    હવે તેમાં 1/2વાટકી ખાંડ ઉમેરી મિક્સ કરો અને ગેસ ની આંચ વધારે જ રાખો અને દૂધ ને સતત હલાવતા રહો.

  2. 2

    ખાંડ સરસ ઓગળી જાય પછી તેમાં ફટકડીનો પાઉડર ઉમેરો..ફટકડી નો પાઉડર દરેક મીઠાઈવાળા ના ત્યાં દાણેદાર મીઠાઈ બનાવવા વપરાય છે. પણ જો તમારી પાસે તે ના હોય તો તમે એક લીંબુના રસ મા થોડું પાણી મિક્સ કરી તેમાં ઉમેરી શકો છો.

  3. 3

    જેવું તમે ફટકડીનો પાઉડર અથવા લીંબુનો રસ ઉમેરશો દૂધ ફાટવા લાગશે...દૂધને વધારે આંચ પર સતત હલાવતા રહો.

  4. 4

    હવે 5 મીનિટ સતત મિક્સ કર્યા બાદ બીજી બાજુ ગેસ પર 1/2રાખેલ ખાંડ ને ઓગળવા મુકો..ખાંડમાં કંઈપણ ઉમેર્યા વગર ફક્ત તેને ઓગળો..હવે ખાંડ ઓગળે ત્યારે બીજી બાજુ પર રાખેલ દૂધના મિશ્રણમા તેને ઉમેરતા જાઓ અને હલાવતા જાઓ.

  5. 5

    હવે વધારે આંચ પર સતત તેને 10 મિનિટ સુધી હલાવો જ્યાં સુધી એક માવા જેવુ મિશ્રણ ના થાય..

    10 મિનિટ પછી માવા જેવું મિશ્રણ તૈયાર થશે..હવે તેમાં ઈલાયચી પાઉડર ઉમેરી મિક્સ કરો અને આ મિશ્રણ ને ઠંડુ થવા દો.

  6. 6

    મિશ્રણ ઠંડુ થાય પછી ઘી વાળા હાથ કરીને મીડીયમ સાઈઝ ના પેંડા બનાવી લો.અને બદામની કતરણ થી તેને ગાર્નિશ કરી સર્વ કરો.

    તો તૈયાર છે થાબડી પેંડા...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sapna patel
Sapna patel @Sapna11
પર

Similar Recipes