પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકની ભાજીને સમારીને બાફી લેવી. અને ઠંડી થવા દેવી. એક મિક્સર જારમાં પાલકની ભાજી લઈ તેમાં લીલા મરચાના ટુકડા, ધાણા અને ચપટી મીઠું નાખી પેસ્ટ બનાવી લેવી.
- 2
હવે એક વાસણમાં ચોખાનો લોટ તથા ચણાનો લોટ લઇ તેમાં એક ચમચો તેલ, સ્વાદ અનુસાર મીઠું અને પાલકની ભાજી ની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી સોફ્ટ લોટ બાંધી લેવો. સેવ પાડવાના સંચામાં તેલ લગાવી તેમાં સેવની જાળી મૂકી અંદર લોટ ભરી લેવો.
- 3
ત્યારબાદ એક કડાઈમાં તળવા માટે તેલ લઈ ગેસ ઉપર મધ્યમ તાપે મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં સંચાની મદદથી ગરમ તેલમાં સેવ પાડવી. અને ધીમા ગેસે સેવ ને લાઈટ બ્રાઉન તળી લેવી.
- 4
તો તૈયાર છે પાલક ની સેવ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15680642














ટિપ્પણીઓ (6)