ચવાણું (Chavanu Recipe In Gujarati)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#CB2
#DFT

ચવાણા તો જાતજાતના બનાવી શકાય.આપણી ઈચ્છા મુજબ સામગ્રી ઉમેરી શકો.મેં અહીં સુરતી ચવાણુ મારી રીતે ફેરફાર સાથે બનાવેલ છે.જે ટેસ્ટમાં ખૂબ જ ચટાકેદાર બને છે.કોઈ પણ સ્વીટ સાથે પીરસી શકાય છે.તમે પણ બનાવશો વારંવાર બનાવવાની ઈચ્છા થશે.

ચવાણું (Chavanu Recipe In Gujarati)

#CB2
#DFT

ચવાણા તો જાતજાતના બનાવી શકાય.આપણી ઈચ્છા મુજબ સામગ્રી ઉમેરી શકો.મેં અહીં સુરતી ચવાણુ મારી રીતે ફેરફાર સાથે બનાવેલ છે.જે ટેસ્ટમાં ખૂબ જ ચટાકેદાર બને છે.કોઈ પણ સ્વીટ સાથે પીરસી શકાય છે.તમે પણ બનાવશો વારંવાર બનાવવાની ઈચ્છા થશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 150 ગ્રામરાઈસ જાડાા પૌવા
  2. 50 ગ્રામમકાઈના પૌવા
  3. મીઠું જરુર મુજબ
  4. 2 ચમચીલાલ કાશ્મીરી મરચું પાઉડર
  5. 50 ગ્રામલીલા વટાણા તળેલા
  6. 50 ગ્રામતળેલી તૈયાર ચણાની દાળ
  7. 50 ગ્રામતીખી જાડી સેવ
  8. 50 ગ્રામશીગ દાણા
  9. 1 ચમચીઆમચૂર પાઉડર
  10. 1 ચમચીખાંડ
  11. 0ll ચમચી હળદર
  12. 50 ગ્રામતળેલા મગ
  13. 50 ગ્રામતૈયાર ફુલવડી
  14. 0ll ચમચીવરીયાળી
  15. 10-15મીઠા લીમડાના પાન
  16. 1 ચમચીતલ
  17. 0ll ચમચીહીંગ
  18. 2 ચમચીતેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મકાઈના પૌવા, ઘઉના પૌવા તથા શીગદાણા તળી લો.

  2. 2

    ચણાના લોટમા મીઠુ મરચુ હળદર તથા હીંગ તથા મોણ નાખી મીકસ કરી લો.સોડામાં થોડું પાણી ઉમેરી લોટમાં મીકસ કરી લો.પછી વધુ પાણી ઉમેરી નરમ લોટ બાંધી સંચામા ભરી જાડી સેવ પાડી લો

  3. 3

    એક મોટા વાસણમા પૌવા,, ચણા દાળ,તીખી સેવ, મગ,વટાણા શીગદાણા, ફુલવડી આ બધુ મીકસ કરી તેમાં મસાલા,મીઠું, આમચૂર પાઉડર,ખાંડ, મરચું ઉમેરી દો પછી બરાબર મિક્સ કરો.

  4. 4

    ત્યારબાદ વઘારીયામાં તેલ ગરમ કરી લીમડાના પાન નાખી તલ નાખી અને હીંગ ઉમેરી તૈયાર કરેલ ચવાણામાં ઉમેરી દો. પછી વરીયાલી ઉમેરો. ઠંડુ થવા દો.પછી એરટાઈટ ડબ્બામાં ભરી લો.ગેસ્ટ આવે ત્યારે સર્વિંગ પ્લેટમાં લઈ સ્વીટ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

Similar Recipes