ચવાણું (Chavanu Recipe In Gujarati)

Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113
શેર કરો

ઘટકો

અડધો કલાક
નાસ્તા માટે સેક
  1. 1 કપમકાઈ પૌવા
  2. 1 કપ ચોખાના તળવાના પૌઆ
  3. 1 કપશીંગદાણા
  4. 1/2 કપ દાળિયા ની દાળ
  5. 1/2 કપ પાલક ની સેવ
  6. 1 કપતીખા ગાંઠિયા
  7. તેલ તળવા માટે
  8. ચવાણું નો મસાલો બનાવવાની સામગ્રી 👇👇
  9. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  10. 1/2 ચમચી આમચૂર પાઉડર
  11. 1/2 ચમચી દળેલી ખાંડ
  12. 1/2 ચમચી સંચળ પાઉડર
  13. મીઠું સ્વાદ મુજબ
  14. વઘાર માટેની સામગ્રી, 👇👇
  15. 1 ચમચીવરિયાળી
  16. 1 ચમચીઆખા ધાણા
  17. ૧ ચમચીતલ
  18. થોડાલીમડાના પાન
  19. ચપટીહિંગ
  20. ૨-૩ નંગ લીલા મરચા ઝીણા સમારેલા
  21. ૭થી ૮ નંગ ફુદીના ના પાન (optional)
  22. 15-20કાળી દ્રાક્ષ
  23. થી ૧૦ નંગ કાજુ
  24. થી ૧૦ નંગ બદામ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    એક પેનમાં તેલ ગરમ કરી તેમાં વારાફરતી મકાઈ પૌવા, ચોખા ના પૌઆ, શીંગદાણા અને દાળીયા ની દાળને તળી ને અલગ અલગ રાખો હવે તેના કાજુ બદામ અને દ્રાક્ષ અને પણ તળી લો.

  2. 2

    બીજી તરફ મરચું પાઉડર, આમચૂર પાઉડર, સંચળ, મીઠું અને ખાંડને મિક્સરમાં ક્રશ કરી એકદમ ઝીણો મસાલો તૈયાર કરો

  3. 3

    એક પેનમાં ચારથી પાંચ ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મુકો થોડીવાર જ રહેવા દો. હવે તેમાં હિંગ, લીમડા ના પાન, ફુદીનાના પાન, લીલા મરચાં, આખા ધાણા, વરીયાળી અને તલ મૂકી સાંતળી લો

  4. 4

    હવે એક વાસણમાં બધી જ તળેલી વસ્તુ અને તૈયાર કરેલો મસાલો મિક્સ કરો ઉપરથી તેમાં તીખા ગાંઠિયા અને પાલકની સેવ ઉમેરો. પાલકની સેવ ની લીંક નીચે આપેલ છે.
    https://cookpad.wasmer.app/in-gu/recipes/15677231-%E0%AA%AA%E0%AA%B2%E0%AA%95-%E0%AA%B8%E0%AA%B5?invite_token=1arG2hpxn9QyPs2MNBpLdE5r&shared_at=1636217604

  5. 5

    તૈયાર છે તીખું અને ચટપટું દિવાળીમાં દરેકને પસંદ પડે એવું ચવાણું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes