સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)

હોળીના દિવસે આપણે ઉપવાસ કરીએ છીએ.તેથી કરીને અમારે ત્યાં હોળીના ઉપવાસમાં સાબુદાણા ના વડા બને છે.
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
હોળીના દિવસે આપણે ઉપવાસ કરીએ છીએ.તેથી કરીને અમારે ત્યાં હોળીના ઉપવાસમાં સાબુદાણા ના વડા બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણા ને બે થી ત્રણ વાર ધોઈને ચારથી પાંચ કલાક માટે પલાળી દેવા.
બટાકા ને ત્રણ સીટી વગાડી ને કૂકરમાં બાફી લેવા. - 2
બાફેલા બટેટાને છોલીને તેનો છૂંદો કરવો.
- 3
હવે પલાળેલા સાબુદાણા માં બટેટાનો છૂંદો મેળવો. તેમા સ્વાદ મુજબ મીઠું,આદું-મરચાં આરાલોટ,લીંબુનો રસ,ખાંડ ઉમેરો અને શીંગ નો ભૂકો અને કોથમીર ઉમેરો.
- 4
હવે એક ચમચી તેલ ગરમ કરીને તેમા જીરાથી વઘાર કરવો.
- 5
હવે તૈયાર મિશ્રણને સરસ રીતે મિક્સ કરવું અને નાના-નાના વડા વાળવા.
- 6
હવે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું અને તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમા વડા તળવા.
- 7
સાબુદાણા ના વડા મધ્યમ આંચ પર તળો.
- 8
તૈયાર છે આપણા સાબુદાણા ના વડા.આપણે તેને દહીં અને ચટણી સાથે સર્વ કરી શકીએ છીએ.
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ