પાલક પનીર પરોઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)

#MBR3
#cookpadindia
#cookpadgujarat
પાલકએ એક સુપરફૂડ છે, જેમાં ઘણા બધા પોષક તત્વો, વિટામિન K અને A, પ્રોટીન, આયર્ન અને ખનિજોનું ઉચ્ચ સ્તર હોય છે. પનીર પણ પ્રોટીનનો સમૃદ્ધ સ્ત્રોત છે.તે આપણી કેલ્શિયમની જરૂરિયાતોને પણ પૂરી કરે છે. તે હાડકાંને ઝડપથી મજબૂત થવામાં મદદ કરે છે. તેથી આ રેસીપી બાળકોને અને સ્વજનોને આરોગ્યપ્રદ ભોજન પીરસવાની સારી રીત છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલક ને બ્લાંચ કરી નિતારી લેવી.મિક્સર જારમાં પાલક કોથમીર અને લીલા મરચાની પેસ્ટ તૈયાર કરી લો.
- 2
હવે બંને લોટને ભેગા કરી તેમાં તેલનું મોણ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી તૈયાર કરેલી પાલકની પેસ્ટથી લોટ બાંધી 15 થી 20 મિનિટ રેસ્ટ આપો.
- 3
હવે બટેટાના માવામાં ગાજરનું ખમણ,લીલું લસણ, કોથમીર,પનીર અને જણાવેલા બધાજ મસાલા / મીઠું ઉમેરી સ્ટફિંગ તૈયાર કરી લો.
- 4
હવે પરોઠાના લોટમાંથી લુવા કરી મોટું પરોઠું વણો, ત્યારબાદ તેમાં સ્ટફિંગ મૂકી વાળી લો અને ફરીથી આલુ પરોઠા ની જેમ મોટું પરોઠું વણી લો. ત્યારબાદ નોનસ્ટિક તવાને ગરમ કરી તેના પર ઈચ્છા મુજબ ઘી/બટર/તેલ લગાવી બંને બાજુ ગોલ્ડન રંગના શેકી લો.
- 5
તો તૈયાર છે શિયાળામાં મજા પડી જાય તેવા ગરમાગરમ અને એકદમ પૌષ્ટિક -ટેસ્ટી પાલક પનીર પરોઠા જેને આપ સર્વ કરી શકો છો.
Similar Recipes
More Recipes
- શિંગોડા બાસ્કેટ ચાટ (Shingoda Basket Chaat Recipe In Gujarati)
- મેક્સિકન સૂપ (Mexican Soup Recipe In Gujarati)
- મિક્સ દાળ ચોખા ના ઢોકળા (Mix Dal Chokha Dhokla Recipe In Gujarati)
- મગ ની દાળ અને પાલક સુપ (Moong Dal Palak Soup Recipe In Gujarati)
- ટોમેટો ગાર્લિક સૂપ (Tomato Garlic Soup Recipe In Gujarati)

ટિપ્પણીઓ (3)