મેક્સિકન સૂપ (Mexican Soup Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૨ સર્વિંગ
  1. ટામેટા
  2. ડુંગળી સમારેલી
  3. ૧/૨ ટી સ્પૂનલસણ ની પેસ્ટ
  4. ૧/૨ ટી સ્પૂનસમારેલા લીલા મરચાં
  5. ૩ ટી સ્પૂનબાફેલી મકાઈ
  6. ૧ ટી સ્પૂનકોથમીર દાંડી સાથે સમારેલી
  7. ૧ ટી સ્પૂનકાશ્મીરી લાલ મરચું
  8. ૧/૨ ટી સ્પૂનધાણાજીરુ
  9. ૧/૪ ટી સ્પૂનમરી નો ભૂકો
  10. ૧/૨ ટી સ્પૂનઓરેગાનો
  11. મીઠું સ્વાદાનુસાર
  12. ૧ ટી સ્પૂનખાંડ
  13. ૧/૪ ટી સ્પૂનલીંબુ નો રસ
  14. પાણી જરૂર મુજબ
  15. ૧ ટી સ્પૂનતેલ
  16. પેકેટ નાચોઝ
  17. સાલસા બનાવવા માટે
  18. ૧ નંગ ડુંગળી ઝીણી સમારેલી
  19. ૧ નંગટામેટું ઝીણું સમારેલું
  20. ૧ નંગ લીલું મરચું ઝીણું સમારેલું
  21. ૧/૨ ટી સ્પૂનલીંબુ નો રસ
  22. મીઠું સ્વાદાનુસાર
  23. ૨ ટી સ્પૂનકોથમીર સમારેલી
  24. ૧/૨ ટી સ્પૂનઓલિવ ઓઈલ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ટામેટા સમારી ને જરૂર મુજબ પાણી નાખી ને બાફી લો.ત્યાર બાદ તેને બ્લેન્ડ કરી ને ગાળી લો.

  2. 2

    હવે એક તપેલી માં તેલ ગરમ કરો.ત્યાર બાદ તેમાં સમારેલી ડુંગળી અને લસણ નાખો.તે થોડું સંતળાઈ એટલે તેમાં ટામેટા ની પ્યુરી ઉમેરો.ત્યાર બાદ તેમાં મીઠું,લાલ મરચું,ધાણાજીરુ,ઓરેગાનો, મરી અને ખાંડ નાખો.તેમાં 1/2 ગ્લાસ પાણી નાખો અને તેને થોડી વાર ઉકાળો.

  3. 3

    હવે તેમાં બાફેલી મકાઈ,લીલું મરચું અને કોથમીર નાખો.હવે તેને ૫-૭ મિનિટ માટે ઉકાળી લો.

  4. 4

    હવે એક બાઉલમાં સાલસા માટે ની સામગ્રી મિક્સ કરી ને સાલસા બનાવો.

  5. 5

    સૂપ ને એક બાઉલ માં કાઢી કોથમીર નાખી ટેસ્ટી ગરમ ગરમ સૂપ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

Similar Recipes