સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેકા અને વટાણા ને બાફી લો પછી તેની છાલ ઉતારીને મિસ કરી લો હવે એક કડાઈમાં તેલ લઈ તેને ગેસ ઉપર ગરમ કરવા મુકો તેલ ગરમ થાય પછી તેમાં લીમડાના પાન ઉમેરી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી બે મિનિટ સાંતળો અને બધા મસાલા ઉમેરી દો
- 2
પછી તેમાં મિસ કરેલા વટાણા બટાકાનો મસાલો ઉમેરી સરસ મિક્સ કરી લો અને ઉપરથી કોથમીર ઉમેરી આ રીતે મસાલો તૈયાર કરી લો હવે બ્રેડની એક સ્લાઈસ લઈ તેની ઉપર મસાલો લગાવી દો અને ઉપર બીજી બ્રેડ રાખી દો
- 3
હવે એ ગ્રીલ પેનમાં બ્રેડ ઉપર બટર લગાવી તેને બંને સાઇડ સરસ શેકી લો પછી તેને કટ કરી ગરમાગરમ સર્વ કરો લાલ ચટણી અને લીલી ચટણી સાથે તૈયાર છે સેન્ડવીચ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16679347












ટિપ્પણીઓ (4)