વેજ સ્મોકી ખિચડી (Veg Smoky Khichdi Recipe In Gujarati)

Hetal Chirag Buch @hetal_2100
વેજ સ્મોકી ખિચડી (Veg Smoky Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સ દાળ (મગની દાળ મગની ફોતરા વાળી દાળ તુવેરની દાળ ચણાની દાળ) શીંગદાણા અને ચોખાને મિક્સ કરી એક કલાક માટે પલાળી રાખો. (દાળ ટોટલ એક કપ છે જેમાં તમે તમારી જરૂરિયાત મુજબ બધી દાળનું પ્રમાણ લઈ શકો) ત્યારબાદ બધા વેજીટેબલ કટ કરી રાખો.
- 2
હવે કુકરમાં વઘાર માટેનું તેલ મૂકી તેલ ગરમ થાય એટલે રાઈ જીરું અને બિરયાની મસાલો નાખો. હિંગ અને હળદર મરચું ઉમેરી બધા વેજીટેબલ તેમાં ઉમેરો ત્યારબાદ બ્લાંચ કરેલી પાલકની પ્યુરી ઉમેરી બરોબર મિક્સ કરી દાળ ચોખાનું મિશ્રણ ઉમેરી બરોબર હલાવી જરૂર મુજબ પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી કુકરમાં બે થી ત્રણ સીટી વગાડી લ્યો.
- 3
સ્મોકી ફ્લેવર આપવા કુકર ઠંડુ પડે અને ઉઘડે એટલે ગરમ કોલસો ખીચડીમાં મૂકી ઉપરથી ઘી રેડી ઢાંકણ ઢાંકી બે થી ત્રણ મિનિટ માટે સ્મોક આપી દો ત્યારબાદ ગરમા ગરમ ખીચડી ને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16744626









ટિપ્પણીઓ (6)