પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સવ થી પહેલા પાલક ને શાકભાજી સમારી લેવા ને પાલક ને ધોઈ ને નીતરી લેવી ત્યારબાદ બધી દાળ ભેગી કરી તેને ૩ થી ૪ વાર પાણી એ ધોઈ લેવી હવે એક કુકર લઈ લેવું ગેસ પર કૂકર મૂકી ગેસ ચાલુ કરો ની કુકરમાં ઘી અને તેલ મૂકવા
- 2
હવે તેમાં સૂકું લાલ મરચું રાઈ, જીરું તતડે એટલે તેના હળદર ને સમારેલો કાંદો ઉમેરી ૨ મિનિટ માટે સાતળી લેવું હવે તેમાં સમારેલા બટાકા, ટામેટા, જીણું સમારેલું આદુ ને જીણું સમારેલું લસણ ઉમેરી લીમડાના પાન ઉમેરવા
- 3
હવે તેમાં લસણની પેસ્ટ, આદુ ની પેસ્ટ ને મરચાં ની પેસ્ટ ઉમેરવી બધું બરાબર મિક્ષ કરી લેવું ને ૩ મિનિટ સાંતળવું હવે તેમાં ધોઈને રાખેલી દાળ ઉમેરી ગરમ મસાલો ઉમેરી દેવો,
- 4
ગયાહવે તેમાં સમારેલી પાલક ઉમેરી બધું હલાવી લેવું પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવું જરૂર મુજબ પાણી ઉમેરવું ને કુકર નું ઢાંકણ બંધ કરી ૩ સીટી વગાડી ગેસ બંધ કરી દેવો ને કુકર ને ઠંડુ પડવા દેવું કુકર ઠંડુ પડે એટલે પાલકની ખીચડી ને કઢી સાથે સર્વ કરવી તો તૈયાર છે પાલક ખીચડી ગરમાગરમ સર્વ કરવા માટે
- 5
Similar Recipes
More Recipes



















ટિપ્પણીઓ