રાંધવાની સૂચનાઓ
- 1
કુકર માં તુવેર ની દાળ લઇ તેને ધોઈ તેમાં જરૂર મુજબ નું પાણી, મીઠું, હળદર, સરગવા ની શીંગ, ટામેટાં, ડુંગળી ના મોટા કટકા, દૂધી ને સમારી બધું એડ કરી બાફી લો.
- 2
ઈડલી ના ખીરા માં મીઠું અને એક પેકેટ ઇનો નાખી ઈડલી ઉતારી લો.
- 3
હવે કડાઈ માં તેલ લઇ તેમાં રાઈ, અડદ ની દાળ, લીમડા ના પાન, બોરિયા મરચાં, હિંગ નો વઘાર કરો. બાફેલી દાળ શાક સહિત ઉમેરો. પછી તેમાં મીઠું, મરચું, હળદર, સાંભાર મસાલા, ગરમ મસાલો, સાવ જ થોડો ગોળ, લીંબુ નો રસ અથવા આંબલી નો પલ્પ નાખી મિક્ષ કરી સરસ ધીમા તાપે ઉકાળો.. ઈડલી જોડે ગરમ ગરમ પીરસો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16795175







ટિપ્પણીઓ (6)