થ્રેડેડે કોબી પીઠા રોલ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સર જારમાં ચણાની દાળ કાબુલી ચણા આદુ-મરચા-લસણ બધું નાખી તેમાં પાણી નાખી અને મિક્સરમાં પીસી લેવાનું પછી એક કુકરમાં પાણી ઉકળે એટલે તેમાં કોબીના પાન પાંચ મિનિટ માટે બોલ કરી લેવા
- 2
ત્યારબાદ એક પેનમાં તેલ લેવાનું તેમાં બનાવેલું સ્ટફિંગ વધારી દેવાનું તેમાં ચીલી ફ્લેક્સ હળદર અને વસંતનો ગરમ મસાલો નાખવો પછી મરચા ભૂકી નાખી સ્ટફિંગ બનાવી લેવું
- 3
ત્યારબાદ સ્ટફિંગના નાના નાના બોલ બનાવી લેવા પછી તેને કોબીમાં મૂકી ચોરસ પેક કરી દેવા. ત્યારબાદ મેંદાની સ્લરીમાં મીઠું અને ચીલી ફ્લેક્સ નાખી બેટર બનાવી લેવું. ત્યારબાદ બનાવેલા કોબીના પોકેટને મેંદાની સ્ટ્રીપ લગાવી દેવાની
- 4
ત્યારબાદ બનાવેલા કેબેજ પીઠા રોલ ને ગરમ તેલમાં તળી લેવાના આ કેબેજ પીઠા રોલમાં વસંત મસાલો વાપરવાથી સોનામાં સુગંધ ભળી ગઈ છે તો કે બે જ પીઠા રોલ નો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે
- 5
તો રેડી છે આપણા વસંત મસાલા નો ઉપયોગ કરીને બનાવેલા થ્રેડેડ કેબેજ પીઠારોલ
Keywords
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ