રાંધવાની સૂચનાઓ
- 1
સ્પાયસી પરાઠા બનાવવા ની રીત:- સૌ પ્રથમ એક બાઉલ માં ઘઉં નો લોટ માં તેલ,મીઠું,કોથમીર અને કસુરી મેથી અને બાકી ના સૂકા મસાલા એડ કરી ને જરૂર મુજબ પાણી નાખી ને લોટ બાંધવો
- 2
સ્પાયસી સ્ટફિંગ બનાવવા માટેની રીત:-
સૌ પ્રથમ એક બાઉલ માં ચીઝ છીણી લો તેમાં કોથમીર, કસુરી મેથી,લીલાં મરચા,મીઠું અને બાકી ના ઉપર બતાવ્યા પ્રમાણે મસાલા એડ કરી ને મિક્સ કરી ને સ્ટફિંગ ત્યાર કરો. - 3
નાના બેબી માટે પરાઠા બનાવ ની રીત :-
સૌ પ્રથમ એક બાઉલ માં ઘઉં નો લોટ લો તેમાં મીઠું,તેલ, કોથમીર કસુરી મેથી અને બાકી ના મસાલા ઉપર બતાવ્યા પ્રમાણે નાખી ને પરાઠા નો લોટ બાંધવો.નોટ:- અહી ૧ વર્ષ થી નાના માટે બનાવો તો મીઠું અને લાલ મરચું નાખવું નહિ
- 4
હવે ચીઝ પરાઠા બનાવા માટે ની રીત
સૌ પ્રથમ સ્પયાસી લોટ નું ગુંડલું લય ને પાટલી પર વણી તેમાં વચ્ચે સ્પયાસી સ્ટફિંગ ભરી ને ફરતે ફરતે કોર થી કવર કરી ને ફરી ગુંડલા જેવો આકાર આપવો અને કોરો લોટ લઈ ફરી મોટું પરાઠું વણી લેવું અને લોઢી માં તેલ લઈ ને સેકી લેવું. એવી રીતે બધા પરાઠા સેકી લેવા.
હવે નાના બેબી ના પરાઠા પણ આ રીતે બેબી ના લોટ અને સ્ટફિંગ થી વણી અને સેકી લેવા.
- 5
Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ (2)