રોઝ ફ્લેવર ના રસગુલ્લા

#દૂધ
બંગાળી મીઠાઈ રસગુલ્લા મને બહુ ભાવે છે પણ ફ્લેવર વગર ના સફેદ રસગુલ્લા ખાઈ ને કંટાળી ગઈ હોવા થી ગુગલ પર સર્ચ કરતા જાણવા મળ્યું કે કોલકાતા માં અલગ અલગ ફ્લેવર્સ ના રંગબેરંગી રસગુલ્લા મળે છે. તેના પરથી મને વિચાર આવ્યો કે સફેદ રસગુલ્લા ને નેચરલ ફ્લેવર આપી કલરફૂલ બનાવી શકાય જે ખાવામાં પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે.
..... અને બની ગયા રોઝ ફલેવર ના રસગુલ્લા!
રોઝ ફ્લેવર ના રસગુલ્લા
#દૂધ
બંગાળી મીઠાઈ રસગુલ્લા મને બહુ ભાવે છે પણ ફ્લેવર વગર ના સફેદ રસગુલ્લા ખાઈ ને કંટાળી ગઈ હોવા થી ગુગલ પર સર્ચ કરતા જાણવા મળ્યું કે કોલકાતા માં અલગ અલગ ફ્લેવર્સ ના રંગબેરંગી રસગુલ્લા મળે છે. તેના પરથી મને વિચાર આવ્યો કે સફેદ રસગુલ્લા ને નેચરલ ફ્લેવર આપી કલરફૂલ બનાવી શકાય જે ખાવામાં પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે.
..... અને બની ગયા રોઝ ફલેવર ના રસગુલ્લા!
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 1 લીટર દૂધ ને જાડા તળીયાવાળા વાસણમાં લઈ ગૅસ પર ધીમે તાપે ગરમ કરવા મુકો.
- 2
જ્યાં સુધી દૂધ ગરમ થાય છે એ દરમ્યાન ગુલાબ ની પાંખડીઓ સાથે થોડું પાણી લઈ મીક્ષરમાં પીસી ને રોઝ સીરપ બનાવી લો.
- 3
દૂધ ગરમ થઇ જાય ત્યારબાદ તેમાં એક ઊભરો આવવા દો. પછી ગૅસ બંધ કરી તેમાં લીંબુનો રસ ઉમેરો.
- 4
લીંબુનો રસ નાખ્યા બાદ 5-7 મીનીટ સુધી દૂધ ને હલાવતા રહો જેથી તે ફાટી જાય અને દૂધ માંથી પનીર અને પાણી છુટ્ટૂ પડી જાય.
- 5
દૂધ માંથી પાણી છુટ્ટૂ પડી જાય એટલે તેને ગરણી માં એક સાફ કપડું રાખી તેમાં ગાળી લો અને તરત ઠંડા પાણી થી ધોઈ નાખો જેથી લીંબુની ફ્લેવર પનીરમાં બેસી ના જાય.
- 6
પનીર ને ધોયા પછી તેને કપડાં માં જ રાખી પોટલી વાળી નિચોવી લો અને ત્યારબાદ તેના પર વજન રાખી ને 2 કલાક રાખી દો એટલે પનીર માં જે પણ વધારા નું પાણી હશે તે નીકળી જાય.
- 7
2 કલાક બાદ પનીર થોડું કઠણ થઈ જાય પછી તેને એક થાળી માં લઇ કોર્ન ફ્લોર ઉમેરો અને પછી કણક ની જેમ મસળી ને લીસું કરી લો.
- 8
પનીર મસળી ને તૈયાર થયા બાદ તેને 10 મીનીટ રાખી મુકો તે દરમ્યાન ચાસણી બનાવવા માટે એક પહોળી કડાઈ માં 1 કપ ખાંડ અને 2 ગ્લાસ પાણી ઉમેરી ગરમ કરવા મૂકો. ખાંડ ગળવાનું ચાલુ થાય એટલે તેમાં રોઝ સીરપ નાખી અને ચાસણી ને ઉકળવા દો
- 9
ચાસણી ઊકળે ત્યાં સુધીમાં મસળેલા પનીર માંથી નાના નાના લુઆ લઈ હળવા હાથે મીડીયા સાઈઝ ના ગોળા બનાવી તૈયાર કરી લો અને બધા ગોળાને ઉકળતી ચાસણી માં નાખી દઈ ઢાંકણ ઢાંકી 7 થી 10 મીનીટ સુધી પાકવા દો. (રસગુલ્લા ના ગોળા પાકી જશે એટલે સાઈઝ માં ડબલ થઇ જશે અને રોઝ ની ફ્લેવર ના કારણે ગુલાબી રંગ ના બની જશે)
- 10
10 મીનીટ પછી ગૅસ બંધ કરી ને રસગુલ્લા ચાસણી માં રાખી મુકીને ઠંડા થવા દો (ગોળા ને વધારે માં વધારે 10 મીનીટ સુધી જ પકાવવા કારણ કે વધારે પાકવા થી રસગુલ્લા ઠંડા થયા પછી કઠણ થઈ જશે)
- 11
રસગુલ્લા થોડા ઠંડા થાય પછી તેને ફ્રીજ માં થોડા કલાકો સુધી ચીલ્ડ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes



















ટિપ્પણીઓ