બટેટા વડા,ભજીયા(બટેટા,મરચા ના)
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા વડા બનાવવા માટે સૌ પ્રથમ બટેટા ને ધોઈ ને કુકર માં બાફવા માટે મુકીસુ.
- 2
બટેટા બફાઈ ગયા બાદ કુકર માંથી કાઢી ઠંડા થઈ પછી તેની છાલ છોલી લયસુ.હવે વઘારીયા માં એક ચમચી તેલ ગરમ મુકિ તેલ ગરમ થઇ જાય એટલે તેમાં રાઈ તથા લીમડા નો વઘાર કરીસુ.એને તેને બટેટા ના માવા માં એડ કરીશુ.ત્યાર બાદ પૌઆ, ધાણા તેમજ બીજા બધા મસાલા એડ કરી તેને મિક્સ કરી લયસુ.
- 3
હવે મસાલા માંથી નાના ગોલા બનાવી લયસુ.મરચા ના ભજીયા માં પણ આ માવો ભરી લયસુ.
- 4
હવે ગેસ પર તેલ ગરમ થવા મુકીસુ.તેલ ગરમ થાય ત્યાં સુધી એક બાઉલ માં ચારેલું વેસણ લેસુ, તેમાં મીઠું,હિંગ તેમજ સોડા ઉમેરી લોટ ને ડોઈ લેસુ.ત્યાર બાદ આ લોટ માં માવા ના ગોલા ને ડુબાડી ગરમ તેલ માં તરી લયસુ.
- 5
બટેટા ના ભજીયા બનાવવા માટે એક બટેટાની છાલ છોલી તેને ગોળ પીસીસ માં વેફર બનાવવા ની ખમણી વડે કટ કરી લયસુ.ત્યાર બાદ લોટ માં ડૂબાડી તેલ માં તરી લયસુ.મરચા ના ભરેલા ભજીયા પણ આ જ રીતે તરી લયસુ.
- 6
ચટણી બનાવવા માટે ખજૂર,આંબલી તેમજ ગોળ ને એક બાઉલ માં એકાદ કલાક માટે પલાળી દયસુ. ત્યાર બાદ તેને ગેસ પર 10 મીનિટ માટે ઉકાળી લયસુ. ત્યારબાદ થડું થયા પછી તેમાં જરૂર મુજબ થોડું પાણી,મીઠું,ગરમમસલો તેમજ મરચું પાવડર ઉમેરી તેને મિક્સચર માં મિક્સ કરી લયસુ.
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ (4)