પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં ૧ ચમચી તેલ અને ૧ ચમચી બટર લો.તેમા કાજુ લસણ આદુ મરચાં અને કાંદા નાખી સાંતળી લો.કાંદા સતડાઈ જાય એટલે તેમાં ટામેટા નાખી ૨ મિનિટ સાંતળો.પછી તેને ઠંડુ પડવા દો.ઠંડુ થઈ જાય એટલે તેની મિક્સરમાં પેસ્ટ બનાવી લો.(પેસ્ટ બનાવતી વખતે પાણી નાખવું નહીં.)
- 2
કડાઈમાં બટર લો.તેમા પનીર ફ્રાય કરી એક ડીશ માં કાઢી લો.તે જ કડાઈમાં બટર અને તેલ લો. ગરમ થાય એટલે તેમાં જીરૂં તૈયાર કરેલી પેસ્ટ અને થોડું પાણી નાખી હલાવી સાંતળો.
- 3
પાણી બળી જાય એટલે તેમાં મીઠું હળદર લાલ મરચું ગરમ મસાલો ગ્રેવી કિંગ મસાલો ધાણાજીરું ક્રીમ અને કસૂરી મેથી નાખી હલાવી ૨ થી ૩ મિનિટ સુધી થવા દો.
- 4
પછી તેમાં પનીર નાખી હલાવી લો.શાક ને ડીશ માં લઇ તેના પર છીણેલું પનીર અને કોથમીર નાખી બટર રોટી સલાડ પાપડ અને છાશ સાથે સર્વ કરો તો તૈયાર છે પનીર બટર મસાલા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12152860




ટિપ્પણીઓ (8)