સાંભર (Sambhar Recipe In Gujarati)

સાંભર (Sambhar Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તુવેર દાળ ને 2 થી 3 વાર પાણી થી ધોઈ ત્યારબાદ કુકર માં પાણી, ચપટી હળદર અને 1 ચમચી તેલ ઉમેરી 3 થી 4 સીટી વાગે ત્યાં સુધી બાફી લો.
- 2
હવે એક કડાઈ માં તેલ (4 ચમચી) લો.તેલ ગરમ થાય પછી તેમાં જીરું, હિંગ, સુકા લાલ મરચાં, લીમડાના પાન,લીલા મરચા,ડુંગળી ઉમેરી 3 મિનિટ સુધી સાંતળી લો.
- 3
હવે તેમાં હળદર અને મીઠું ઉમેરી મિક્સ કરી ત્યારબાદ તેમાં સમારેલ બટેકા, સરગવો ઉમેરી આંબલી નું પાણી તથા બીજું 1 ગ્લાસ પાણી ઉમેરી ઢાંકીને 10 મિનિટ બટાકા અને સરગવો બરાબર ચડી જ્યાં ત્યાં સુધી મીડીયમ તાપે ચડવી લો.(તમે બટાકા બાફી ને પણ લઈ શકો)
- 4
હવે બટાકા અને સરગવો સરસ ચડી જાય પછી તેમાં લાલા મરચું, સાંભર મસાલો, ધાણાજીરું ઉમેરી મિક્સ કરો અને ઢાંકીને ધીમા તાપે 2 મીનિટ ચડવી લો. જેથી મસાલા સરસ મિક્સ થઈ જાય.
- 5
હવે છેલ્લે બાફેલી તુવેર દાળ ઉમેરી અન્ય 2 ગ્લાસ પાણી ઉમેરી મિક્સ કરી ધીમા તાપે 10 મિનિટ દાળ ને ઉકાળી લો.
- 6
દાળ બરાબર ઉકળી જાય પછી તેમાં ગરમ મસાલો અને કોથમીર ઉમેરી ગરમા ગરમ સાંભર ઈડલી,ઢોંસા કે મેદુ વડા સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ