જોધપુર ફેમસ પ્યાજ કચોરી(payaz kachori in Gujarati)

જોધપુર ફેમસ પ્યાજ કચોરી(payaz kachori in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સર નાં એક બાઉલમાં જીરું,વરીયાળી, ધાણા અને મરીને ક્રશ કરી લો
- 2
એક બાઉલમાં મેંદો લઈ તેમાં નમક અને અજમા નાંખીને તેલનું મોણ નાખીને પાણી થી લોટ બાંધવો પછી આ લોટને ૩૦ મિનિટ સુધી રેસ્ટ આપવો
- 3
હવે એક કડાઈમાં તેલ લઇ તેમાં ચપટી હિંગ નાખીને પછી તેમાં આ બનાવેલ મસાલો ઉમેરો પછી તેમાં આદું મરચાંની પેસ્ટ નાખો પછી તેમાં લસણની પેસ્ટ ઉમેરવી પછી તેમાં ડુંગળી ઉમેરીને લાઈટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી પકાવો પછી તેમાં ચણાનો લોટ નાખીને થોડીવાર સુધી પકાવો પછી તેમાં ગરમ મસાલો,આમચૂર પાઉડર,નમક,લાલ મરચું પાઉડર નાખીને પછી કોથમીર ઉમેરો પછી ગેસ બંધ કરીને ઠંડુ થવા દો પછી તેનાં નાના-નાના બોલ્સ બનાવી લો
- 4
હવે આ બાંધેલા લોટમાંથી નાના લુઆ કરીને તેને હળવા હાથે ગોળ ગોળ બનાવી લો પછી તેમાં વચ્ચે આ તૈયાર કરેલા બોલ્સ મુકીને પછી પેક કરીને ગોળ ગોળ બનાવી લો પછી સહેજ વચ્ચે થી દબાવી
- 5
હવે એક કડાઈમાં તેલ લઇ તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકવું પછી તેમાં આ તૈયાર કરેલ કચોરીને પહેલા કાચી તળી લો એટલેકે તેલમાં નાખીને સહેજ વારમાં બહાર કાઢી લો પછી ફરીથી તેને ધીમા તાપે તળી લેવી આમ કરવાથી કચોરી એકદમ ક્રિસ્પી બને છે સ્વાદિષ્ટ એવી જોધપુર ફેમસ પ્યાજ કચોરી તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ (3)