ચણાનું (બ્લેક)શાક(chana saak in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આખા ધાણા, વરીયાળી, જીરૂ,સૂકા મરચાં લવિંગ, તજ અને મરી ને ડ્રાય રોસ્ટ કરો. તેમાંથી ૧ નાનો ટુકડો તજ એક બે નંગ ઇલાયચી બે-ત્રણ દાણા મરી અને એક બે નંગ લવિંગ ને જુદા રાખી લેવા. બધી સામગ્રીઓ સાથે લઈ લો ડ્રાય રોસ્ટ આખા મસાલા ને મિક્સર ગ્રાઈન્ડર માં ઉમેરી પાઉડર બનાવી લેવો.
- 2
ચણાના લોટને પણ કોરો શેકી લેવો. ડુંગળીને ઝીણી સમારી લેવી. હવે એક નોન સ્ટિક કુકર મા ડુંગળી ઉમેરી સાંતળી લો.
- 3
એક વાસણમાં એક ગ્લાસ પાણી મૂકી તેમાં બે ચમચી ચા ની ભૂકી ઉમેરો અને બેથી ત્રણ મિનિટ સુધી ઉકળવા દો. ડુંગળી સંતળાઈ જાય પછી તેમાં પલાળેલા ચણા ઉમેરો બાફેલા નહીં. હવે તેમાં આખા મરી, લવિંગ, ઇલાયચી અને તજ ઉમેરો.
- 4
ઝીણું સમારેલું,લસણ,આદુ અને એક ચમચી અજમા ઉમેરી મિક્સ કરો.
- 5
સ્વાદ પ્રમાણે મીઠું નાખી ચાનુ પાણી ગાડી ચણામાં ઉમેરો જરૂર મુજબ પાણી ઉમેરવું ચણા ડૂબી જાય તેટલું સાદું પાણી ઉમેરો.
- 6
૧ નાની ચમચી મીઠા સોડા ઉમેરી ઢાંકણ ઢાંકી પાંચથી છ સીટી વગાડી લેવી. ત્યાર બાદ તેમાં શેકેલો ચણાનો લોટ અને મરચું પાઉડર ઉમેરો.
- 7
હવે તેમાં લાંબા સમારેલા લીલા મરચાં કસૂરી મેથી અને આમચૂર પાઉડર ઉમેરો.
- 8
શેકે લો આખા મસાલાનો પાઉડર અને જરૂર મુજબ પાણી ઉમેરી ચણાને ધીમા ગેસ પર 5થી 7 મિનિટ સુધી પાકવા દો. ઉપરથી કોથમીર નાખી મિક્સ કરો.
- 9
આ ચણાના શાક ને પરોઠા નાન અથવા પૂરી સાથે સર્વ કરો. તો તૈયાર છે તેલ વગરનું કાબુલી ચણા નું કાળું શાક...
Keywords
Similar Recipes
More Recipes






























ટિપ્પણીઓ