મકાઈ ના ઘૂઘરા🌽(Corn Ghughra Recipe In Gujarati)

Kunti Naik
Kunti Naik @cook_19344314

#વીકમીલ૩
#ફ્રાઇડ/સ્ટીમ
#માઇઇબુક
આપણે કચોરી કે ઘુઘરા માં વટાણા નું કે તુવેર નું સ્ટફિંગ ભરી ને તો ખાઇએ જ છે પણ આજે મે અહી મકાઈ નું સ્ટફિંગ કરી ને એને મકાઈ નાં લોટ નાં પડ માં જ ભરી ને ફ્રાય કર્યું છે જે ખૂબ ક્રિસ્પી સરસ બન્યા છે.

મકાઈ ના ઘૂઘરા🌽(Corn Ghughra Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#વીકમીલ૩
#ફ્રાઇડ/સ્ટીમ
#માઇઇબુક
આપણે કચોરી કે ઘુઘરા માં વટાણા નું કે તુવેર નું સ્ટફિંગ ભરી ને તો ખાઇએ જ છે પણ આજે મે અહી મકાઈ નું સ્ટફિંગ કરી ને એને મકાઈ નાં લોટ નાં પડ માં જ ભરી ને ફ્રાય કર્યું છે જે ખૂબ ક્રિસ્પી સરસ બન્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 min
3 સર્વિંગ્સ
  1. ઘૂઘરા નાં પડ માટે:
  2. ૧/૨ કપમકાઈ નો લોટ
  3. ૧/૨ કપમેંદો
  4. મણ માટે ઘી
  5. ૧/૨ tspઅજમો
  6. ચપટીહળદર
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. તેલ (તળવા માટે)
  9. સ્ટફિંગ માટે:
  10. ૧ કપમકાઈ ના દાણા બાફીને ક્રશ કરેલા
  11. તેલ
  12. ૧/૨ tspજીરું
  13. ૧ tbspઆદું મરચાં ને પેસ્ટ
  14. ચપટીહળદર
  15. ચપટીહિંગ
  16. ૨ tspખાંડ
  17. મીઠું સ્વાદ અનુસાર
  18. 1/2 લીંબુ નો રસ
  19. ૧/૨ કપલીલાં ધાણા સમારેલા
  20. લીલાં કોપરા ની છીણ ૧ ટે
  21. લીલું લસણ૧ ટે.or સૂકું લસણ
  22. ૧ tbspતલ
  23. લીમડી વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

40 min
  1. 1

    પડ માટે ની બધી સામગ્રી ને મિક્સ કરી, કઠણ લોટ બાંધી, ઢાંકી રાખવું.

  2. 2

    હવે, પેન માં ૧ ચમચી તેલ લઇ તેમાં હિંગ, હળદર, લીમડી, તલ નાખી બાફીને ક્રશ કરેલી મકાઈ નાંખવી.

  3. 3

    આદું - મરચાં ની પેસ્ટ, મીઠું અને ખાંડ નાંખી મિકસ કરવું. ગેસ બંધ કરી તેમાં લીલાં ધાણા, લીલું કોપરા ની છીણ, લીલું લસણ અને લીંબુ નો રસ નાંખી મિકસ કરવું

  4. 4

    મિશ્રણ ઠંડુ પડે પછી તેના ઘુઘરા ભરી લેવા. ત્યાર બાદ તેને ધીમે તપે તળી લેવા.

  5. 5

    મકાઈ ઘુઘરા ને ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kunti Naik
Kunti Naik @cook_19344314
પર

ટિપ્પણીઓ

Similar Recipes