ત્રીએંગલ ચાઈનીઝ નૂડલ્સ પરાઠા (triangle chinese noodles paratha Recipe in gujarati)

ત્રીએંગલ ચાઈનીઝ નૂડલ્સ પરાઠા (triangle chinese noodles paratha Recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ નૂડલ્સ ને પાણી મા મીઠું અને તેલ નાખી બાફી જારી મા કાઢી ઠંડા કરી લો
- 2
હવે કોબીજ ગાજર કાંદા અને મરચા ને સમારી લો આદુ લસણ ની પેસ્ટ કરી લો
- 3
હવે પેન મા તેલ ગરમ કરી તેમા આદુ લસણ નો વઘાર કરી તેમા મરચા અને કાંદા સાંતળી તેમા ગાજર કોબીજ અને મીઠું નાખી સાંતળો હવે તેમા રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, કેચપ, વિનેગર અને નૂડલ્સ, કોથમીર નાખી બધું મિક્સ કરી લો.
- 4
સ્ટફિંગ ને ડીશ મા લય ઠંડુ થવા દો.
- 5
હવે બાઉલ મા બને લોટ મીઠું અને તેલ મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી પરાઠા માટે લોટ બાંધી લો.
- 6
હવે લોટ ના સરખા લુઆ કરી પરાઠા વણી તેમા સ્ટફિંગ ભરી પરાઠા ને પહેલા સામે ની બને બાજુ થી વાળી પછી નીચે થી વાળી ત્રિકોણ શેપ આપી પરાઠા બનાવી લો.
- 7
હવે પરાઠા ને ગરમ તવા પર બને બાજુ તેલ લાગવી શેકી લો
- 8
ગરમ ગરમ ટ્રિએંગલે ચાઈનીઝ નુડલ્સ પરાઠા ને કેચપ સાથે સર્વ કરો, ચોમાસા ની સીઝન મા ગરમ ગરમ આ પરાઠા ખાવાની મજા આવી જાય છે.
Keywords
Similar Recipes
More Recipes



















ટિપ્પણીઓ (5)