લીલા નાળિયેરની ફરાળી પેટીસ(lila naryeali farali patties recipe in Gujarati (

લીલા નાળિયેરની ફરાળી પેટીસ(lila naryeali farali patties recipe in Gujarati (
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા આપણે આઉટર લેયર બનાવી લઈશુ લઈશું એના માટે એક બાઉલમાં ૫ બાફેલા બટાકાને મસળીને સોફ્ટ કરી લો એમાં આરા લોટ નાખો એક નાની ચમચી દેશી ઘી નાખો અને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખીને એને મિક્સ કરીને સરસ લોટ જેવું મિશ્રણ કરી દો અને એમાંથી બે મોટી ચમચી જેટલું મિશ્રણ એક બીજી વાડકીમાં કાઢીને સાઈડમાં રાખી દો
- 2
બાકીના મિશ્રણમાંથી એકસરખા લીંબુની સાઈઝના બોલ બનાવી લો અને સાઈડમાં રાખીદો
સ્ટફિંગ બનાવવા માટે એક બાઉલ લો એમાં કોપરાનું છીણ નાખો lશેકેલા સિંગદાણાનો પાઉડર કાજુનો પાઉડર શેકેલું જીરું વલીયારી મીઠું આમચૂર પાઉડર લીલા મરચાની પેસ્ટ લીલા ધાણા સમારેલા નાખો અને જે આપણે બટાકાનું મિશ્રણ બે ચમચી રાખ્યું હતું એ નાખો અને મિક્સ કરીને એના પણ નાની સાઈઝના જેટલા બટાકા ના બોલ બનાવ્યા હોય તેટલા બોલ બનાવી દો - 3
હવે હાથમાં થોડું ઘી લગાવી લો એક બટાકાનો બોલ લઈને હાથ થી થેપીને પૂરી સાઈઝનો બનાવી લો એમાં વચ્ચે સ્ટફિંગ નો બોલ મુકીદો અને બટાકાના થેપી ને પૂરી ને સ્ટફિંગ વારા બોલ પર કવર કરી લો સરસ સીલ કરીને હાથ થી સ્મૂથ કરી લો ત્યારબાદ આરાલોટ માં રગદોળી અને સરસ બોલ બનાવીને સાઈડમાં રાખી દો આજ રીતે બધીજ પેટીસ બનાવી લો
- 4
પેટીસ ને તળવા માટે મીડીયમ પર ગેસ પર તેલને ગરમ કરી લો અને એમાં પેટીસ ને ગુલાબી થાય ત્યાં સુધી ફ્રાય કરી લો..તો તૈયાર છે આપણી ફરાળી લીલા નાળિયેરની પેટીસ...ઉપરથી એકદમ સોફ્ટ અને અંદરથી એકદમ ક્રન્ચી લાગે છે અને ફરાળ માટે એકદમ સરસ રેસીપી છે તેને તમે ફરાળી ચટણી સાથે મસાલા દહીં સાથે ખાઈ શકો છો
Keywords
Similar Recipes
More Recipes





ટિપ્પણીઓ (2)