સાબુદાણાની ખીચડી (ઉપવાસ સ્પેશિયલ)(sabudana khichdi recipe in gujarati)

Pinal Parmar @cook_24994738
સાબુદાણાની ખીચડી (ઉપવાસ સ્પેશિયલ)(sabudana khichdi recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકામાં સાબુદાણા લઇ સાબુદાણા ને બરાબર ધોઈ ને ત્રણ કલાક માટે પલાળવા.
- 2
હવે સાબુદાણા પલડી જાય ત્યારબાદ એક કડાઈમાં ૩ ચમચી તેલ નાખીને ગરમ થવા દેવું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ લીલા મરચા નાખી દેવા એક બે મિનિટ બાદ બાફેલા બટાકાનો માવો કરીને કડાઈમાં નાંખવા અને હવે જરૂરિયાત મુજબ સિંધવ મીઠું અને પલાળેલા સાબુદાણા નાખીને બરાબર મિક્ષ કરી લેવું.
- 3
ત્યારબાદ શેકેલા સિંગદાણાનો ભૂકો ઉપરથી નાખવો અને બરાબર મિક્સ કરી લેવું.
- 4
ત્યારબાદ બે મિનિટ સુધી ઢાંકીને રહેવા દેવું હવે આપણા સાબુદાણા ઉપવાસમાં ખવાય એવા રેડી છે.
- 5
જો તમે સાબુદાણાની ખીચડી માં જીરુ કે પછી કોથમીર ખાતા હો તો તમે એ પણ નાખી શકો છો.
- 6
હવે એક સર્વિંગ પ્લેટમાં સાબુદાણાની ખીચડી લઈ સર્વ કરો સાબુદાણાની ખીચડી ઉપવાસમાં ખાવા થી સારું લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13279195




ટિપ્પણીઓ