મટર પુલાવ(matar pulav recipe in Gujarati)
# સુપર સેફ ૪, પોસ્ટ (૨૪)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કૂકરમાં જરૂરિયાત મુજબ ઘી નાખીને ઘી ગરમ થવા દઈશું ઘી ગરમ થઈ જાય ત્યારબાદ જીરુ, લવિંગ,તાજ પત્તા,મરી આ બધા ખડા મસાલા નાખવા.
- 2
ત્યારબાદ એમાં લીલા મરચાં,ડુંગળી, ટામેટુ અને વટાણા નાખીને 2 મિનિટ સુધી સાંતળવું. હવે માં ૧ ટેબલસ્પૂન જેટલું આદુ-લસણની પેસ્ટ નાંખવી.
- 3
ત્યારબાદ એમાં લાલ મરચાનો પાઉડર, હળદર,ધાણાજીરું પાઉડર,ગરમ મસાલો,બિરયાની મસાલો, હિંગ આ બધું નાખીને બરાબર મિક્ષ કરી લેવું.
- 4
ત્યારબાદ અડધો કલાક પલાળેલા ચોખા ને બરાબર ધોઈને કુકર મા નાખવા અને બધું બરાબર મિક્સ કરી લેવું .
- 5
હવે કુકરમાં જરૂરિયાત મુજબ પાણી અને જરૂરીયાત મુજબ મીઠું નાખીને મિક્ષ કરી લેવું ત્યારબાદ કુકર બંધ કરી બે સીટી વાગે ત્યાં સુધી આવા દેવું.
- 6
હવે આપણો ગરમાગરમ મટન પુલાવ તૈયાર છે. મટર પુલાવ ને એક સર્વિંગ પ્લેટ મા લઈ કોથમીર વડે ગાર્નિશિંગ કરો . મટર પુલાવ ને દહીં અથવા તો કેરીના અથાણા સાથે સર્વ કરી શકો છો મટર પુલાવ ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે.
Keywords
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ