સાબુદાણા થેપલા(sabudana thepla recipe in gujarati)

#ઉપવાસ
#વ્રત સ્પેશ્યિલ રેસિપી
આજે મે વ્રતમા ખવાય એવી નવી વસ્તુ બનવાનો ટ્રાય કર્યો આપડે સાબુદાણા ની ખીચડી ને વડા તો ખાએ જ છે તો આજે મે સાબુદાણાના એવા પરાઠા કે જે આપડે નાસ્તા મા કે વ્રત મા બનાવી ને ખાય શકીયે જે ખાવા મા ખૂબ જ પોચા રૂઈ જેવા અને તીખાં ચટપટી લાગે છે જે દહીં જોડે ખાઈએ તો ગળપણ અને તીખું બને નો સ્વાદ આવે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા 1 કપ સાબુદાણા લઇ ને એક તપેલી મા 2/3 કપ પાણી લઇ ને 4થી 5 કલાક સુધી પલાળીશુ.સાબુદાણા પલળી જાય પછી 2બટાકા લઈશુ એને બાફી લઈશુ.પછી એમાં 1ટી ચમચી જીરું એડ કરીશુ.
- 2
પછી એમાં નાખવા માટે બટાકા ક્રશ કરી લઈશુ, ધાણા સમારી લઈશુ, મરચા વાટી લઈશુ, પછી એક તાસરા મા સીંગદાણા સેકી લઈશુ, પછી એને મરચા કટર મા સીંગદાણા વાટી લઈશુ.
- 3
પછી બધું મિક્સ કરીશુ પહેલા જીરું એડ કયુઁ, પછી બટાકા એડ કરીશુ, 1/4 કપ વાટેલા સીંગદાણા, 1ટી ચમચી લાલ મરચું, ધાણા સમારેલા, લીલા મરચા વાટેલા, 1ટી ચમચી લાલ મરચું, 1/2 લીંબુ, મીઠું સ્વાદ અનુસાર એડ કરી બધું મિક્સ કરી લઈશુ.
- 4
પછી એક પ્લાસ્ટિક લઈશુ એને પાટલી પર પાથરી તેના પર તેલ લગાવી એને થાપીશુ, પછી એને એક પેન ગરમ કરી એના પર તેલ રેડી એક બાજુથી કડક થાય ત્યા સુધી સેકીશુ, પછી બીજી બાજુ ફેરવી તેલ રેડી બીજી બાજુ થી સેકીશુ તો આપડા સાબુદાણા થેપલા ત્યાર છે જે દહીં અને સોસ બને જોડે ખાય શકીશુ.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ