શુધ્ધ કાઠિયાવાડી વાળું (Shuddh Kathiyavadi Valu Recipe In Gujarati)

#વેસ્ટ
#india2020
ભારત ની પસ્ચિમ બાજુ એટલે કે આપણે ગુજરાતીઓ. એમાં પણ કાઠિયાવાડી તો પછી ગુજરાતી દેશી ભાણું કેમ ભુલાય.વાળુ એટલે રાતનું ભોજન.

રાંધવાની સૂચનાઓ
- 1
ગલકા ને છાલ ઉતારી જીણા સમારી લો.ગલકા ને પાણી મા ડુબાડી રાખવા. વઘાર માટે તેલ ગરમ કરી તેમાં હીંગ,હળદર અને લસણ ની કડીઓ ઉમેરી દો. સંતળાઇ જાય એટલે ગલકા ઉમેરી હલાવી લો. મીઠું મરચું અને ધાણા જીરું પાઉડર ઉમેરો. બધુ જ બરાબર મિક્સ કરી તેમાં જરુર લાગે તો પાણી ઉમેરી ચડવા દો. 5 જ મીનીટ માં શાક તૈયાર કોથમીર નાખી ગરમ ગરમ સર્વ કરો.
- 2
બાજરા ના લોટ ને કાથરોટ મા ચાળી લો. સ્વાદ મુજબ મીઠુ નાખી દો. હવે પાણી ઉમેરતા જાઓ અને ખુબ મસડવો. હાથે થી ટીપી લઈ ગરમ તાવડી મા બંને બાજુ એ કડક અને ફુલી જાય ત્યારે તૈયાર.ઉપર થઈ ધી લગાવવું. ગરમ ગરમ સર્વ કરો.
- 3
ખીચડી માટે મગની દાળ અને ચોખા ને પાણી થી ધોઈ લો. કુકર મા બધી જ વસ્તુ ઓ ઉમેરી 3 થઈ 4 સિટી થવા દો. કુકર ઠંડુ થાય પછી જ ખોલવું. ઘી ઉમેરી હલાવી લો. ગરમ ગરમ સર્વ કરો સાથે છાશ અને ડુંગળી
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ