વેજ.પોટલી બિરયાની(veg. Potali Biriyani Recipe In Gujarati)
#નોર્થ
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખાને ધોઈને 1/2 કલાક માટે પલાળી દો. એક ચમચી તેલ અને ૧ ચમચી ઘી લોયા માં મૂકી તેમાં કાજુ ને રોસ્ટેડ કરી લો. ત્યારબાદ તેમાં બે નંગ ઇલાયચી, ૩ લવિંગ, તમાલપત્ર, આખું જીરૂ,મીઠો લીમડો,નમક, નાખી બધું સતણાય જાય પછી તેમાં પાણી એડ કરો.આ પાણી ઊકણે એટલે તેમાં ચોખા એડ કરો. ચડવા દો, ચોખા આપણે એકદમ ચડવા દેવા નથી.
- 2
એક વાટકો મેંદો લઈ તેમાં બેકિંગ પાઉડર,બેકિંગ સોડા,ખાંડ, મીઠું, દહીં મિક્સ કરીને પરોઠા જેવો લોટ બાંધો. લોટ ને આપણે બે કલાકનો રેસ્ટ આપવાનો છે. માટે તે વહેલો બાંધી લેવો.
- 3
એક લોયામાં ૨ ચમચી તેલ 1 ચમચી ઘી લઈને ગેસ પર મૂકો. તેમાં ઇલાયચી,લવિંગ, તમાલપત્ર, બાદીયા,તજ,આખું જીરું, મીઠો લીમડો,આખા તીખા, આદુ,મરચાં,હિંગ મુકીને. તેમાં બધા જ વેજિટેબલ્સ સાંતળી લો.
- 4
હવે તેમાં બધા જ મસાલા એડ કરો અને ચમચા વડે હલાવતા રહો. પનીર એડ કરો. સરખી રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં ગરમ મસાલો કોથમીર દહીં અને મલાઈ એડ કરો.
- 5
હવે તેને બરાબર ચડવા દો.
- 6
તે ઢાંકી ને ચડે ત્યાં સુધી એક બાજુ આ ભાત થઈ ગયા છે તેને ઓસાવી લો. હવે લોટના ભાખરી થી મોટું ગોયણુ લઈને થાળી જેટલું પરોઠા જેવું જાડું ગોળ વણો. કાચનું બાઉલ એ નીચે ઘી સ્પ્રેડ કરી આ રોટલી તેના પર મૂકો. પેલા વેજીટેબલ ગ્રેવી ઘટ્ટ થઈ ગઈ એટલે ઉતારી લો.
- 7
હવે તેમાં પહેલા ભાત, પછી વેજિટેબલ્સ ગ્રેવી તૈયાર કરી છે તે, પાછા ભાત, અને પાછા વેજીટેબલ ગ્રેવી, ઉપર 1 ચમચી ઘી, તેના ઉપર પનીરના ક્યૂબ્સ અને શેકેલા જે કાજુ છે તે આને ફ્રાઈડ અનિયન, લાલ મરચા, અને કોથમીર, ગાર્નિશિંગ કરો.
- 8
ફરતા લોટને હાથ વડે પકડી ને પોટલી નું શેપ આપો. ઉપર ધી સ્પ્રેડ કરો.
- 9
હવે ઓવનને 180 ડિગ્રી 15 મિનિટ માટે પ્રી હીટ કરો. ત્યારબાદ આ બાઉલ ઓવનમાં બેક કરવા મુકવાનું છે.220 ડિગ્રી તાપમાન પર 25 મિનિટ બેક કરો. ત્યારબાદ તેને ઓવનમાંથી બહાર કાઢી. સર્વ કરવા માટે રેડી કરો.
- 10
દાલ મખની અથવા તો દાલ ફ્રાય સાથે પોટલી બિરયાની ખાવાની મજા જ છે.
- 11
તૈયાર છે તમારી પોટલી બિરયાની...જે પોટલી ખોલતા જ મસ્ત સુગંધ ફેલાવે છે તેની લિજ્જત છે.
Keywords
Similar Recipes
More Recipes




































ટિપ્પણીઓ (10)