દહીં તિખારી (dahi tikhari recipe in Gujarati)

#GA4 #week1
#દહીં #કાઠિયાવાડી દહીં તિખારી... તીખારી બનાવવા માટે હંમેશા મોરું દહીં જ લેવું ...
દહીં તિખારી (dahi tikhari recipe in Gujarati)
#GA4 #week1
#દહીં #કાઠિયાવાડી દહીં તિખારી... તીખારી બનાવવા માટે હંમેશા મોરું દહીં જ લેવું ...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેહલા ગેસ પર એક લોયા માં તેલ ગરમ કરવું...તેલ ગરમ થાય ત્યાં સુધી માં લસણની ચટણી બનાવી લેવી...લસણ માં મીઠું અને લાલ મરચું પાઉડર ઉમેરી અને ખાંડી લેવું...
- 2
પછી એક વાટકામાં લસણની ચટણી,હળદર,અને ધાણાજીરું ઉમેરી ૨/૩ ચમચી પાણી ઉમેરી પેસ્ટ બનાવી લેવી....
- 3
ત્યારબાદ તેલ ગરમ થય ગયું હસે..તો તેમાં હિંગ ઉમેરી અને ડુંગળી ઉમેરવી અને ૧ મિનિટ પકવવી...પછી તેમાં લીમડો ઉમેરવો...પછી લસણની પેસ્ટ ઉમેરવી...અને સ્વાદ મુજબ નમક ઉમેરી..જ્યાંસુધી તેનું પાણી બળી ના જાય ત્યાં સુધી પકવવું....
- 4
તેલ ઉપર આવે એટલે તેમાં દહીં ઉમેરવું અને હલાવી ગેસ બંધ કરી દેવો...ઉપરથી કોથમીર ઉમેરી અને સર્વ કરવું....તો જલદી બની પણ જાય છે.અને સ્વાદિષ્ટ પણ લાગે છે...તો તૈયાર છે..કાઠિયાવાડી દહીં તિખારી...😋
- 5
Keywords
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ (11)