વેજીટેબલ ચીઝ સેન્ડવીચ(Vegetable cheese Sandwich Recipe in Gujarati)
#GA4
#Week3
#Sandwich
મિત્રો, હમણાં કોરોના મહામારીને લીધે રેસ્ટોરન્ટ તેમજ લારી પર મળતું સ્ટ્રીટ ફૂડ બંધ છે તો ઘણા લોકો કે જે ચટપટું અને બહારનું ખાવાના શોખીન હશે તે લોકો ઘણી બધી ચટપટી ડીશો મિસ કરતા હશે. ખાસ કરીને બાળકો જેને બહારનું ફાસ્ટ ફૂડ ખુબ યાદ આવતું હશે, સેન્ડવિચ , પિઝા, બર્ગર બાળકોને ખુબ પસંદ હોય છે. તો આજે હું બાળકો તેમજ મોટાઓને ભાવતી સેન્ડવીચ બનાવવાની રેસિપી શેર કરવાની છું.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાનો માવો રેડી કરીશું. તો બટાકા ને બાફીને છોલીને મેશ કરીને વઘારી લઈશું. તો વઘાર માટે એક કડાઈમાં તેલ લઈશું. તેલ ગરમ થાય ત્યારે જીરું, હિંગ,મેશ કરેલા બટાકા, મરચું, હળદર, સંચર,ધાણાજીરું, ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી ગેસ બંધ કરીને ઠંડો કરવા મુકી દો.
- 2
હવે 2 બ્રેડ ની સ્લાઈસ લઈને બંને બ્રેડ પર બટર લગાવી દો.એક બ્રેડ પર ગ્રીન ચટણી અને બીજી બ્રેડ પર કેચપ લગાવો.
- 3
હવે ગ્રીન ચટણી વાળી બ્રેડ પર ટામેટાં, ડુંગળી ની સ્લાઈસ મુકો.
- 4
કેચપ વાળી બ્રેડ પર બટાકાનો માવો લગાવી ઉપરથી ચીઝ છીણી લો
- 5
હવે એક બ્રેડ બીજી બ્રેડ પર હળવેથી મુકી દો. અને ઉપર બટર લગાવી દો. અને ગ્રીલર માં ગ્રીલ કરવા માટે મુકી દો. બટર લગાવેલ ભાગ ગ્રીલર માં નીચેની તરફ રાખવો. અને ઉપરથી બટર લગાવી ગ્રીલ કરવા મુકી દો.
- 6
તો 2-3 મિનિટમાં સેન્ડવીચ રેડી થઈ જાય ત્યારે સવિઁગ પ્લેટ માં લઈને સવૅ કરો અને ઉપરથી ચીઝ છીણીને પીઝા કટરથી કટ કરી દો.
- 7
તો ખૂબ જ ટેસ્ટી બહાર ના જેવી વેજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ રેડી છે
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ