સાબુદાણા વડા(Sabudana vada recipe in Gujarati)

#trend2ફરાળી સાબુદાણા વડા
સાબુદાણા વડા(Sabudana vada recipe in Gujarati)
#trend2ફરાળી સાબુદાણા વડા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકો સાબુદાણાને ધોઈ ૨ થી ૩ કલાક પલાળી દેવા જરૂર મુજબ પાણી નાખીને ત્યારબાદ કુકર માં ૨ થી ૩ બટાકાને જરૂર મુજબ પાણી નાંખી બાફી લેવા
- 2
હવે આપણે એક બાઉલમાં બટાકા, માંડવી નો ભૂકો,સાબુદાણા, લીલા મરચાં, કોથમીર, સ્વાદ અનુસાર મીઠું, લીંબુનો રસ અને ખાંડ નાખી બરાબર મિક્સ કરી લેવું
- 3
હવે ગેસ ઓન કરી કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય ત્યાર બાદ ધીમો ગેસ કરી તૈયાર કરેલા મિશ્રણને હાથમા પાણી લગાવી મિડીયમ સાઈઝ નો ગોળ લુવો બરાબર ગોળ કરી પછી તેને પ્રેસ કરી થેપલી જેવું કરો પછી પાણીમાં એક આંગળીને ભીની કરી બરાબર વચ્ચે ગોળ સેપ આપી દેવો મેંદુ વડા ની જેમ
- 4
હવે તેને ધીમા તાપે એક પછી એક વધુ તેલ માં નાખવું બધા એકસાથે નાખી દેશો તો ચોટી જશે હવે વડાને 2 સાંઈડ ગુલાબી રંગના થાય પછી તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરવું
- 5
ચટણી બનાવવા માટે....
- 6
મિક્સર ની જાર માં ફુદીનો, કોથમીર,લીલા મરચાં,આદુ, સ્વાદ અનુસાર મીઠું,લીંબુનો રસ અને ખાંડ નાખી જરૂર મુજબ પાણી ઉમેરી બ્લેન્ડ કરી લેવી.
- 7
તૈયાર થઈ ગયેલા સાબુદાણા ના વડા અને ચટણી સાથે સર્વિંગ પ્લેટમાં સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ (7)