રવા ની સેન્ડવિચ (Rava Sandwich Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સેન્ડવિચ નાં મસાલા માટે જરૂર મુજબ બટાકા ને બાફી લો અને ઠંડા પડે પછી તેનો માવો બનાવો. ત્યાર બાદ સેન્ડવિચ માટે જોઈતી બાકીની સામગ્રી તૈયાર કરી લો.
- 2
હવે બટાકા નાં માવા મા ઉપર મુજબ ની બધી સામગ્રી ઉમેરી તેને બરોબર રીતે મિક્સ કરો અને છેલ્લે ફરી થી કોથમીર ઉમેરો જેથી સ્વાદ ને દેખાવ બન્ને ખૂબ સારો લાગશે. અહી તૈયાર છે સેન્ડવિચ માટે નો ચટપટો મસાલો.
- 3
હવે રવા નાં લોટ મા જરૂર મુજબ છાસ અને પાણી તથા મરચું અને મીઠું તેમજ 4-5 ટીપા તેલ ઉમેરી બધું મિક્સ કરો અને ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જશે સેન્ડવિચ માટે ની બ્રેડ. હવે તેને ડિશ મા સ્પ્રેડ કરી ઢોકળીયા મા મૂકો અને 15 મિનિટ ચડવા દો.
- 4
હવે થઈ જાય પછી તેના ચોરસ કાપા પાડી લો. અહી તૈયાર છે સેન્ડવિચ માટે ની બ્રેડ.
- 5
હવે બટાકા નો મસાલો બ્રેડ પર સ્પ્રેડ કરો અને ઉપર બીજી બ્રેડ મૂકો અને ટોસ્ટર મા શેકો.
- 6
તૈયાર છે રવા ની સોફ્ટ સેન્ડવિચ. લૉકડાઉન નાં સમય મા જો ક્યારેક બ્રેડ નાં મળે તો આપણે ઇન્સ્ટન્ટ રવા ની બ્રેડ બનાવી સેન્ડવિચ બનાવી શકીએ છીએ જે એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ લાગશે.
Keywords
Similar Recipes
More Recipes














ટિપ્પણીઓ (2)